SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ આયુર્વેદ સ ંજ્ઞપ્રણીત છે એ નૈયાયિક પક્ષ જાણવા સમથ છીએ તેટલા અન્વય-વ્યતિરેક દ્વારા આયુર્વેદશાસ્ત્રના અમુક ભાગના પ્રત્યક્ષ સાથે સંવાદ દેખી તેને આધારે તે ભાગનું પ્રામાણ્ય કલ્પી તેમાં પ્રવૃત્ત ભલે થાઓ. પરંતુ તેટલા જ અન્વય-વ્યતિરેક શાસ્ત્રનું મૂળ બનવા યોગ્ય નથી, કારણ કે તેમ હતાં તે આપણે બધા એવા શાસ્ત્રના રચયિતા ખની જવાની આપત્તિ આવે, જેમ વેદ અનાદિ ઘટતા નથી તેમ શાસ્ત્રો પણ અનાદિ ઘટતાં નથી, કારણ કે કાલિદાસ વગેરેના સ્મરણુની જેમ ચરક વગેરે કર્તાઓના સ્મરણની બાબતમાં કોઈ વિવાદ નથી. આયુર્વેદશાસ્ત્રના સ્મરણના પ્રવાહ જ અનાદિ છે એવુ નથી, કારણ કે તેમ હાય તો આયુર્વેદશાસ્ત્રના કર્તાના અનવધારણને લીધે અંધપરંપરા દ્વેષ આવે, [આમ] તમે જણાવેલ આયુવે`દશાસ્ત્રનુ' તે મૂળ ધટતું નથી, કારણ કે તેના નારાસ અમે કર્યો છે; એટલે સનપ્રણીત જ આયુર્વેદ છે. 71. ननु अविदुषामुपदेशा नावकल्पते इति विद्वांसः चरकादयः कल्प्यन्ताम् । ते तु प्रत्यक्षेणैव सर्वं विदितवन्त इत्यत्र किं मानम् । 71. મીમાંસક––તણુકાર ન હેાય એ ઉપદેશ આપે એ શકય નથી એટલે ચરક વગેરેને જાણકાર તમે કલ્પા, પરંતુ તેઓ પ્રત્યક્ષ દ્વારા જ બધુ નણુતા હતા એમ માનવામાં શુ પ્રમાણુ છે ? 12. ૩યંતે । અન્વયતિરેવયોનિાસાનાનુમાનથૈવ વિષય:। વેટ્યૂટ ચાંપ वादिस्मृतिदयुक्तं कल्पयितुं कर्तृसामान्यासम्भवादिति वर्णयिष्यामः । पुरुषान्तरोप देशपूर्वकत्वे चरकेणैव किमपराद्धम् ? उपमानमनाशङ्कनीयमेवास्मिन्नर्थे । अर्थापत्तिस्तु न प्रमाणान्तरम् । अप्रामाण्यं तु नास्ति, बहुकृत्वः संवाददर्शनात् । अतः परिशेषात् [स्थितं प्रत्यक्षणैव ते सर्व विदितवन्तः इति ।] प्रत्यक्षीकृत देशकालपुरुषदशाभेदानुसारिंसमस्तव्यस्तपदार्थसार्थशक्तिनिश्चयाश्चर का इति युक्तं कल्पयितुम् । 72. તૈયાયિક--અમે ઉત્તર આપીએ છીએ. અન્વય-વ્યતિરેકના નીરાસ કરવામાં આવ્યો હાઈ, અનુમાનો એ વિષય નથી (અર્થાત્ અનુમાન દ્વારા તેઓ બધું જાણી શકે નહિ.) તે મન્વાદિસ્મૃતિની જેમ વેદમૂલક છે એમ માનવું પણુ અયોગ્ય છે અર્થાત્ વેદમુલક હાવાને કારણે વેદ દ્વારા તેઓ બધું જાણે છે એમ માનવું અયોગ્ય છે, કારણ કે જેમ મનુસ્મૃત્યુ ષષ્ટિ કમ ના અધિકારી કર્તા વેદવિહિત કમના અધિકારી કર્તાથી અભિન્ન છે તેમ આયુવે. દોષદિષ્ટ કમ ના અધિકારી કાં વેદવિહિત ક`ના અધિકારી કર્તાથી અભિન્ન નથી; આ વાત આગળ જણાવીશું. ખીજા (વિદ્રાન) પુરુષના ઉપદેશના કારણે ચરક બધું જાણતા હતા એમ જો કાઈ કહે તે અમે કહીશ કે ચરકે શે! અપરાધ કર્યા હતા [કે તે પોતે ન જાણી શકા જ્યારે પેલો બીજો પુરુષ જાણી શકયો ?] ઉપમાન દ્વારા બધું જાણવાને તે પ્રશ્ન જ ઊઠતા નથી અર્થાત્ એની કોઈ સંભાવના જ નથી, અર્થપત્તિ તો પ્રમાણ જ નથી એટલે એના દ્વારા જાણવાની વાત જ ન હોય. અને આયુવે`દનું અપ્રામાણ્ય તો છે જ નહિ, કારણ કે અતૅક વાર સંવાદ દેખાય છે અર્થાત્ આયુર્વેદે કથા પ્રમાણે પ્રયોગ કરતાં રાગ મટતા દેખાય છે.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy