SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદવાકોનું પ્રામાણ્ય અવયવ્યતિરેકમૂલક છે એ મીમાંસક મત ૩૫ તૈયાયિક--એવું નથી. પ્રત્યક્ષ વગેરે સાથેના સંવાદથી તમે પ્રામાણ્યો નિશ્ચય ભલે કરો, પરંતુ પ્રામાણ્યની ઉત્પત્તિ તે આસ્તેકતત્વને કારણે થઈ છે. પ્રત્યક્ષ વગેરેની બાબતમાં પણ અર્થ ક્રિયાજ્ઞાન સાથેના સંવાદને આધારે પ્રામાયનું જ્ઞાન થાય છે, જ્યારે ઉત્પત્તિ તે ગુણવાળા કારથી થાય છે એમ અમે કહ્યું છે. ઠગ પુરુષે કહેલાં નદી તીરે ફળ છે વગેરે વાક્યો લેકમાં બાધિત થતાં દેખાય છે. તેથી વાક્યોના પ્રામ યનું ઉત્પાદક કારણ આપ્તપ્રણીતત્વ જ છે, કારણ કે કારણ શુદ્ધિ વિના સમ્યક જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પ્રામાણ્યના નિશ્ચયને ઉપાય પ્રત્યક્ષ ભલે હો, પરંતુ પ્રામાણ્ય પ્રત્યક્ષથી જન્ય નથી જ. તેથી આતંતવહેતુની પ્રામાણ્ય સાથેની વ્યાપ્તિનું ગ્રહણ આયુર્વેદ વગેરેમાં થાય છે એ બરાબર છે. 65 नन्वेवमपि न युक्तम् , आप्तोक्तत्वस्य तत्र परिच्छेत्तुमशक्यत्वात् । अन्वयव्यतिरेकमूलमेवायुर्वेदवाक्यानां प्रामाण्यम् , नाप्तकृतम् । अन्वयव्यतिरेको च यावत्येव दृश्येते तावत्येवाणे प्रामाण्यम् , यथा हरीतक्यादिवाक्यार्थे । यत्र तु तयोरदर्शनं तत्राप्रामाण्यम् यथा सोमराज्युपयोगे समाः सहनं जीव्यते इति । आप्ते तु कल्प्यमानेऽर्धजरतीयं स्यात् । अर्धे तस्याप्तत्वमर्धे च कथमनाप्तत्वमिति । 65. મીમાંસક—એમ કહેવું] પણ બરાબર નથી, કારણ કે ત્યાં (= આયુર્વેદવાક્યોમાં) આપ્તકતત્વ છે એ જાણવું અશકય છે. આયુર્વેદવાક્યોનું પ્રમાણ તે અન્વય વ્યતિરેકમૂલક છે, આપ્તજન્ય નથી. જેટલા અર્થોમાં અન્વય-વ્યતિરેક દેખાય તેટલા અર્થોમાં આયુર્વેદવાક્યોનું પ્રામાણ્ય છે, જેમ કે હરડે વિશેનાં વાક્યોના અર્થની બાબતમાં. પરંતુ જ્યાં અન્વય-વ્યતિરેક ના દેખાય ત્યાં અપ્રામાણ્ય છે, જેમ કે “સોમરાજને ઉપયોગ કરવાથી હજાર વર્ષ છવાય એ આયુર્વેદવાક્ય. જે આયુર્વેદવાક્યોના કર્તા આપ્ત છે એમ કલ્પીએ તો અર્ધજરતીય થાય (અર્થાત અમુક આયુર્વેદવાકયોને આકૃત અને અમુકને અનાસકૃત માનવાં પડે). અડધા આયુર્વેદમાં તે કર્તાનું આમત્વ અને અડધામાં તેનું અનાપ્તત્વ એવું કેમ ? 66. तदिदमनुपपन्नम् , अन्वयव्यतिरेकयोर्ग्रहीतुमशक्यत्वात् । तौ हि स्वात्मनि वा ग्रहीतुं शक्यते व्यक्त्यन्तरे वा ? व्यक्त्यन्तरेऽपि सर्वत्र क्वचिदेव वा व्यक्तिविशेषे ? सर्वथा संकटोऽयं पन्थाः । व्याधीनां तन्निदानानां तदुपचयापचयानां तदुपशमोपायानामौषधानां तत्संयोगवियोगविशेषाणां तत्परिमाणानां लद्रसवीविषाकानां देशकालपुरुषदशाभेदेन शक्तिभेदस्य एकेन जन्मना ग्रहीतुमशक्यत्वात्, जन्मान्तरानुभूतानां च भावानामस्मरणात् । 66. નાયિક--આ ઘટતું નથી, કારણ કે અન્વય-વ્યતિરેકનું ગ્રહણ અશક્ય છે. પિતાની બાબતમાં જ અન્વય-વ્યતિરેકને ગ્રહવા શક્ય છે કે બીજી વ્યક્તિની બાબતમાં પણ ? બીજી વ્યકિતની બાબતમાં શક્ય હોય તે તે અમુક જ વ્યક્તિની બાબતમાં શક્ય છે કે બધે જ ? બધી રીતે આ માગ સંકટથી ઘેરાયેલું છે, કારણ કે વ્યાધિ, વ્યાધિઓનાં કારણો, વ્યાક્ષિઓને
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy