SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યાથ નિગ છે એ મત 242. શંકાકાર- વિધિની જેમ નિમંત્રણ વગેરેમાં પણ લિડર અને લે વપરાય છે, એમ વ્યાકરણસ્મૃતિ કહે છે જ. નિગવાક્ષાર્થવાદી- તે સાચું છે, પરંતુ તે નિમંત્રણ વગેરે પ્રેરણાના જ ઉપાધિને કારણે થયેલા અવાક્તર ભેદો છે. સમ, હીન અને જ્યાય (મોટી) વ્યક્તિ વિષયક પ્રયોગો રૂપ ઉપાધિઓને કારણે આ પ્રેષણા, અષણું વગેરે ભેદને વ્યવહાર થાય છે, પરંતુ પ્રેરણું તે બધામાં અનુપૂત રહેલી જણાય છે. તેથી કહ્યું છે કે “પ્રવર્તક એ શબ્દાર્થ છે, કારણ કે ક્યાંય તે છોડી દેવાયું નથી'. [આ પ્રેરણું જેનું નામ પ્રવર્તન પણ છે તે નિકૃષ્ટ ઉત્કૃષ્ટ અને બરાબરીને એમ ત્રણ પ્રકારના માણસને ઉદ્દેશીને હેઈ પ્રેષણું, અષણ અને અનુજ્ઞા એમ ત્રણ ભેદવાળી છે. વેળrsળેષMTSનુ ત્રિવિધ શાત્ પ્રવર્તના ! અઘરુક્ષ નોર્થ સમક્ષ નરં પ્રતિ I] લિડૂ આદિને આ પૃષ અર્થ એ હિના અર્થથી વિલક્ષણ જણાય છે. 243. ननु प्रयोजकव्यापारे णिज विधीयते । प्रयोजकव्यापारश्च श्रेषः । प्रैषे च लोडादयो विधीयन्ते इति णिजर्थ एव लोडर्थः । तथा च 'कुरु कुरु' इति यो ब्रते, स कारयतीत्युच्यते । न, प्रतीतिभेदात् । अन्या हि ‘करोतु' 'कुर्यात्' इति प्रतीतिः, अन्या च 'कारयति' इति प्रतीतिः । प्रयोजकव्यापारो हि णिजर्थः, ज्ञापकव्यापारस्तु लिडर्थः । प्रवृत्तक्रियाविषयश्च प्रयोजकव्यापारो णिजर्थः, इह तु तद्विपरीतः । तत्र हि कार्य पश्यतः प्रवर्तनम् , इह तु प्रवर्तितस्य कार्यदर्शनमिति महान् भेदः । - 243 શંકાકાર -- પ્રાજકના વ્યાપારના અર્થમાં ણિજનું વિધાન કરવામાં આવે છે અને પ્રાજકને વ્યાપાર એ જ પૈષ છે. વળી ઍષના અર્થમાં લેફ્ટ વગેરેનું વિધાન કરવામાં આવે છે, એટલે ણિજને અર્થ જ લે અર્થ છે. ઉપરાંત, ‘કર કરે(=ર કુ)' એમ જે બેલે છે તે “કરાવે છે (===ાતિ) એમ કહેવાય છે. નિગવાક્ષાર્થવાદી- ના, (બંને એક નથી), કારણ કે બંનેની પ્રતીતિ ભિન્ન છે. આપ કરે (°=ોતું), તે કરે (ત) એ પ્રતીતિ જુદી છે અને તે કરાવે છે(રત્તિ) એ પ્રતીતિ જુદી છે. પ્રજાકને વ્યાપાર એ ણિજને અર્થ છે, જ્યારે જ્ઞાપકને વ્યાપાર એ લિડ (-)ને અર્થ છે. પ્રજકને વ્યાપાર પ્રવૃત્તક્રિયાવિષયક છે અને તે જ ણિજને અર્થ છે. અર્થાત જે વ્યક્તિ કમમાં પ્રવૃત્ત થયેલ છે કે કર્મ કરવાનું વિચારી રહેલ છે તેને જ્યાં કર્મમાં જવામાં આવે છે ત્યાં ણિજને પ્રયોગ કરવામાં આવે છે. પરંતુ અહીં તે તેનાથી ઊલટું છે. ( અર્થાત જે કર્મમાં પ્રવૃત્ત રોલ નથી કે કર્મ કરવાનું વિચારતો નથી તેને જ્યાં કમમાં જવામાં આવે છે ત્યાં લિ નો પ્રયોગ કરવામાં આવે છે. જ્યાં અભૂતપૂર્વ ક્રિયાસંબધ જણાવવામાં આવે છે અને અકારકને તૃતાસંબંધ જણાવવામાં આવે છે ત્યાં લિડને પ્રયોગ થાય છે.) ત્યાં (ણિજૂની બાબતમાં) કાર્યને દેખીને પ્રવર્તન (પ્રેરણુ) કરાય છે, જ્યારે અહીં (કલિડની બાબતમાં પ્રવર્તન કર્યા પછી કાર્યનું દર્શન થાય છે, એ એ બંને વચ્ચે મોટો ભેદ છે. ૧. લિક વિધ્યર્થ છે. ૨. લેટૂ આજ્ઞાર્થ છે. ૩. ણિજ પ્રેરક છે.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy