SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ વાક્યર્થ ભાવના છે એ મત सन्निधि-योग्यतापर्यालोचनया वर्तमानोपदेशिनोऽप्याख्याताद् भावनावगमे सति भवत्येवान्तरेणापि विधिम् । प्रवृत्तिरपि पुरुषेच्छानिबन्धना । वर्गस्य साध्यत्वे यागस्य च साधनत्वेऽवधारिते यः स्वर्गमिच्छेत् स तत्सिद्धये प्रवर्तेत एव । यस्तु नेच्छेत् तस्य विधिरपि किं कुर्यात् ? न ह्यप्रवर्तमानस्य पुंसो विधिर्गले पाशं निदधाति रज्ज्वा वा बाहू बध्नाति । निषेधाधिकारेऽपि सुरापानब्राह्मणहननादेः प्रत्यवायसाधनत्वावधारणात् तत्परिजिहीर्षया पुरुषो निवर्तते, न विधितः । यस्तु प्रत्यवायान्न बिभेति, स विधावपि श्रुते न निवर्तत एवेति । तस्मात् प्रवृत्तिनिवृत्त्यार्न कारणं विधिरिति तदर्थमपि विधिपदाश्रयणमसांप्रतम् । कश्चायं विधिर्नामेत्येतदपि न विद्मः । 21. શક કાર- શા માટે વિધિને આશરો લે છો ? વર્તમાનને ઉપદેશ આપનાર આખ્યાતામાં પણ ભાવના (પુરુષવ્યાપાર પ્રતીત થાય છે એમ આપે દર્શાવ્યું છે, તે પછી વિધિનું શું પ્રયોજન ? શું સ્વર્ગ અને યાગ વચ્ચેના સાધ્યસાધનભાવ સંબંધને જણાવવા માટે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિની સિદ્ધિ માટે તેને આશરે આપ લે છે ? આકાંક્ષા, યોગ્યતા અને સનિધિની પર્યાલોચના દ્વારા વર્તમાનપદેશી આખ્યાતમાંથી પણ ભાવનાનું જ્ઞાન થતાં વિધિ વિના જ સાધ્યસાધનભાવ સંબંધનું જ્ઞાન થાય છે જ. પ્રવૃત્તિ પણ પુરૂષની ઈચ્છા ઉપર આધાર રાખનારી છે, અર્થાત પ્રવૃત્તિનું કારણ પુરુષેચ્છા છે. સ્વર્ગ સાધ્ય છે અને યાગ તેનું સાધન છે એવું ચે ક્કસ જ્ઞાન હતાં, જે સ્વર્ગને ઇચ્છતા હોય તે તેની સિદ્ધિ માટે પ્રવૃત્તિ કરે છે. જે સ્વર્ગને ઇચ્છા ન હોય તેને વિધિ પણ શું કરવાનો હતો ? પ્રવૃત્તિ ન કરતા પુરુષના ગળામાં વિધિ પાશ નાખતા નથી કે તેને બે હાથ રાંઢવાથી બાંધતા નથી. નિષેધને જ્યાં ફરજ તરીકે આદેશ આપવામાં આવે છે ત્યાં પણ સુરાપાન, બાહ્મણહનન, વગેરે પ્રત્યવાયનાં (= વિનનાં) કારણ છે એ નિશ્ચય થવાથી તેમના ત્યાગની ઈચ્છાને કારણે પુરુષ તે બધામાંથી નિવૃત્ત થાય છે, વિધિને કારણે નિવૃત્ત થતું નથી. પર તુ જે પુરૂ પ્રત્યવાયથી બીતે નથી તે વિધિને સાંભળવા છતાં તે બધામાંથી નિવૃત્ત થતું જ નથી. તેથી પ્રવૃત્તિ અને નિવૃત્તિનું કારણ વિધિ નથી, એટલે પ્રવૃત્તિ નિવૃત્તિ માટે વિધિને અ.શરે લેવાનું અયોગ્ય છે. આ વિધિ શું છે એ પણ અમે તે જાણતા નથી. 212. નવું જાદુ – विधेर्लक्षणमेतावदप्रवृत्तप्रवर्तनम् । अतिप्रसङ्गदोषेण नाज्ञातज्ञापनं विधिः ।। 212. ભાવનાવાયાર્થવાદી – વિદ્વાનોએ કહ્યું છે કે જે પ્રવૃત્તિ ન કરતો હોય તેને પ્રવૃત્તિ કરવા પ્રેરે એટલું જ વિધિનું લક્ષણ છે. પરંતુ અજ્ઞાતને જણાવવું ( = પ્રગટ કરવું) એ વિધિનું લક્ષણ નથી, કારણ કે તેને વિધિનું લક્ષણ માનતાં અતિપ્રસંગદોષ આવે છે. [અતાતને જણાવવું એને જો વિધિનું લક્ષણ માનવામાં આવે તે “તમને ગામ દાનમાં મળશે” એવું સામુદ્રિકવિદ્યાનું વ્યાખ્યાન પણ વિધિ બની જાય.]
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy