________________
ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ
૨૩૧ 183 ક્રિયાપ્રાધાન્યવાદી –જેમ જાતિવાદી વ્યક્તિની પ્રતીતિને પ્રતિષેધ નથી કરતા તેમ તમે પણ ક્રિયાકારકસંબંધને પ્રતિષેધ નથી કરતા. પરંતુ ક્રિયાકારક સંબંધ ઉત્તરકાલીન છે એમ માનવામાં શું પ્રમાણ છે ?
ફળપ્રાધાન્યવાદી - અમે અહીં કહ્યું છે કે યોગકર્મના સાધન તરીકે અનુપાદેય ( ગ્રહણ કરવા યોગ્ય ન હોય એવા) વિશેષણથી વિશિષ્ટ પુરુષને નિર્દેશ હોવાથી. [યાગકર્મના સાધન તરીકે જેને ગ્રહણ કરવું યોગ્ય હોય તેનાથી વિશિષ્ટ કર્તા હોય છે. પરંતુ યોગકર્મના સાધન તરીકે જેને ગ્રહણ કરવું યોગ્ય ન હોય તેનાથી વિશિષ્ટ અધિકારી હોય છે. પ્રથમનું ઉદાહરણ
સાહિતેષઃ પ્રવરત્તિ છે જ્યારે બીજાનું ઉદાહરણ સાવઝીવં જુદુયાત” છે. લેહિષ્ણુને યાગના સાધન તરીકે ગ્રહણ કરવા ગ્ય છે, તેથી તેમનાથી વિશિષ્ટ પુરુષો કર્તા કહેવાય, અધિકારી ન કહેવાય. એથી ઊલટું જીવનને પુરુષપ્રયત્નથી યાગના સાધન તરીકે ગ્રહણ કરવું શકય નથી, તે તે સ્વતઃ સિદ્ધ છે, તેથી અહીં તેનાથી વિશિષ્ટ પુરુષ અધિકારી કહેવાય. યાગના સાધન તરીકે સ્વર્ગને ગ્રહણ કરવું યોગ્ય નથી, એટલે સ્વર્ગની ઇચ્છાને પણ યાગના સાધન તરીકે રહી નથી, પરિણામે સ્વર્ગ કામનાથી વિશિષ્ટ પુરુષ અધિકારી છે ] કારકત્વને અનુકુળ વિશેષણ ધરાવનાર પુરુષને કર્તાતા સાથે યોગ્ય સંબંધ હોય છે. એનાથી ઊલટું હોય ત્યારે પુરુષને અધિકારિતા સાથે યોગ્ય સંબંધ હોય છે. [ વિશેષણ સાથે સંબંધ હેતાં વિશેષણથી વિશિષ્ટ પુરુષ કર્તા બને છે. હવે વિશેષણ ઉપાદેય હોય તે જ તે વિશેષણને પુરુષ સાથે સંબંધ થાય; લેહિત ઉણુ ઉપાદેય હોવાથી લોહિત ઉષ્ણુષોને પુરુષો સાથે સંબધ થાય છે. લોહિત ઉષ્પષોથી વિશિષ્ટ પુરુષો બને છે. હવે જે વિશેષણમાં ઉપાદેયત્વ જ ન હોય તે વિશેષણવિશેષ્યત્વ સંબંધ જ ન થાય, પરિણામે વિશેષણથી વિશિષ્ટ કર્તાને પણ અભાવ પ્રાપ્ત થાય. તેથી, જે વિશેષણ અનુપાદેય છે તે વિશેષ કારકત્વને અનુકૂળ નથી.] તેથી, કર્મમાં જે અધિકૃત હોય છે તેનામાં કમનું ર્તાવ પણ હોય છે, પરંતુ કર્મને જે કર્તા હોય છે તેને કર્મમાં અધિકાર હોય છે જ એવું નથી. આ પ્રમાણે સ્વર્ગકામ પુરૂનું અધિકૃતત્વ ( = અધિકારીપણું) સિદ્ધ થાય છે. “જો તે કર્મ સ્વર્ગ માટે હોય તે સ્વર્ગ મારું ભાગ્ય બને; હું કેવી રીતે સ્વર્ગ પામું ?” -- આજ- સાધ્ય તરીકે સ્વર્ગને ઈચ્છતે પુરુષ સ્વર્ગકામ કહેવાય છે. જે તે કર્મ સ્વર્ગનું સાધન ન હોય તે આ વિરોધ આવી પડે છે--ઈચ્છા કરે છે સ્વર્ગની અને કરે છે ત્યાગ; અન્યને ઇચ્છે છે અને અન્યને કરે છે એમ થાય. તેથી કામ્યમાન (સ્વર્ગ)ના સાધન તરીકે યાગકમને સ્વીકાર ન કરનાર સ્વર્ગકામ પુરુષ યોગકમને અધિકારી નથી અને જે અધિકારી ન હોય તેને તે કર્મમાં સ બંધ ન થાય. આમ સ્વર્ગકામ પુરુષને અધિકૃત તરીકે ( = અધિકારી તરીકે , વાગર્મી સાથે સંબંધ હોઈ અને સ્વર્ગ અને યોગકર્મની વચ્ચેના સાધ્યસાધનભાવના જ્ઞાન વિના તેને અધિકારી તરીકે નિર્વાહ સંભવ ન હોઈ, યિા ( = યોગકર્મ) અવશ્યપણે સાધન છે અને સ્વર્ગ સાધ્ય છે એમ સ્વીકારવું જોઈએ. તેથી ફળને અનુલક્ષી ક્રિયા ગૌણ હોઈ તેનું પ્રાધાન્ય નથી, અને અપ્રાધાન્યને કારણે ક્રિયા વાક્યર્થ નથી એટલે જ કહ્યું છે કે કર્મો પણ ફળ માટે હેવાથી તે (કર્મો ) પણ ગૌણ છે એમ જૈમિનિ આચાર્ય માને છે.” (જૈમિનિસત્ર ૩.૧૪)