SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ વ્યકિત વાચાર્યું છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન 134. જાતિ સાથે સાક્ષાત અન્વિત તરીકે કારક વગેરેને જણાવતું પદ અસંગત છે. તે તે “અગ્નિથી સિચે' એવા આદેશવાક્ય જેવું બની જાય. | મીમાંસક- જેમ દેહ-ઇન્દ્રિય દ્વારા આત્મામાં ફ્તત્વ છે તેમ વ્યક્તિ દ્વારા સામાન્યમાં કારક્તા વગેરે છે. એટલે જાતિ સાથે વિભક્તિને અન્વયસંબંધ વ્યક્તિ દ્વારા ઘટે છે. પ્રાતિપદિકને અર્થ સામાન્ય છે, સામાન્ય સાથે સંબદ્ધ તરીકે જ પોતાના અર્થને વિભકિત અભિહિત કરે છે અને નહિ કે લક્ષિત વ્યક્તિમાં રહેનાર તરીકે, કારણ કે જે તે પિતાને અર્થને લક્ષિત વ્યક્તિમાં રહેનાર તરીકે અભિહિત કરે તો વિભકિત પોતાના અર્થનું અભિધાન નથી કરતી એવું થાય. તે વિભકિતના અર્થને સાક્ષાત અન્વયે જાતિમાં સંભવત ન હોઈ વ્યક્તિ દ્વારા તે અન્વય જાતિમાં બનશે. 135. નૈત, ગામનો જ્ઞાનપ્રયત્સાઢિયોનિન ક્ષારોપઃ | નાતેસ્તુ साक्षान्न मनागपि व्यापारलेशसंस्पर्श इति स्वतो दुर्लभं तस्याः कारकत्वम् । अतः कथं तत्र विभक्त्यर्थान्वयः ? | 135. વ્યકિતવાચ્યાર્થવાદી – ના, એવું નથી. આત્માનો જ્ઞાન, પ્રયત્ન વગેરે સાથે સંબંધ હૈઈ આત્મામાં કારકત્વ ઘટે છે. પરંતુ જાતિમાં સાક્ષાત જરા પણ વ્યાપારના લેશ માત્રને સંસ્પર્શ નથી એટલે જાતિમાં બધી રીતે કારકત્વ દુર્લભ છે. તેથી કેવી રીતે જાતિમાં વિભક્તિના અર્થને અન્વય હોય ? 136. यदन्वितं च संख्यादि तत्स्थत्वेन न कथ्यते । कथ्यते यद्गतत्वेन न तत्तेन समन्वितम् ॥ न च व्यवहितव्यक्तिप्रतीति मन्यते जनः । नाऽन्यथानुपपत्त्यापि क्रमसम्वेदनं कचित् ॥ जनयन्ती च पश्यामो व्यक्ति जात्यनुरञ्जिताम् । संख्यादियोगिनी चेति सा वै धत्ते पदार्थताम् ।। 136. સંખ્યા વગેરે જેમાં (જાતિમાં) અન્વિત છે તેમાં રહેનાર તરીકે તેમને જણાવવામાં આવતા નથી. જેમાં વ્યકિતમાં) રહેનાર તરીકે તેમને જણાવાય છે તેમાં તેઓ અન્વિત નથી. કેઈને એવી પ્રતીતિ થતી નથી કે સંખ્યા વગેરે વ્યકિતના માધ્યમ દ્વારા જાતિ સાથે અન્વય ધરાવે છે. જે સંખ્યા આદિને વ્યકિત સાથે પહેલાં સંબંધ ન હોય તે જાતિ સાથે તેમને પછી અન્વય ઘટતો નથી એ અન્યથાનુ પપત્તિ વડે પણ કદી કમસંવેદન થતું નથી- અર્થાત પ્રથમ વ્યકિતસંબદ્ધ તરીકે અને પછી જાતિસંબદ્ધ તરીકે. અમે તે જાતિ વડે રંગાયેલી અને સંખ્યા આદિથી યુકત વ્યકિતને બોધ ઉત્પન્ન કરતી દેખીએ છીએ અને તેથી તે જ પદને અર્થ છે.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy