SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્યામાં થતી અનુવૃત્તિબુદ્ધિ પાધિ, વ્યક્તિઓમાં થતી વિષયક ૧૮૭ 100. બૌદ્ધ – સામાન્યમાં સામાન્ય ન હોવા છતાં પણ તેમનામાં અનુવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન થતી દેખાય છે એમ જે તમે યાયિકોએ કહ્યું તેમાં શે વિશ્વાસ ? યાયિક- અમે ઉત્તર આપીએ છીએ. “પચાસ સંખ્યા (પચાસ ગોવ્યકિતમાંથી પ્રત્યેકમાં સંપૂર્ણપણે હેવી ઘટતી નથી. [આમ ‘પાસ’ સંખ્યા ગોવ્યક્તિમાં ન હોવા છતાં ગોસમુદાયમાં આપણે “પચાસ” સંખ્યાવાચક શબ્દને વ્યવહાર કરીએ છીએ. સમુદાય એ ગોવ્યક્તિઓથી ભિન્ન કઈ ચીજ નથી, એટલે સમુદાયમાં “પચાસ’ શબ્દને વ્યવહાર એ ગવ્યક્તિઓમાં “પચાસ’ શબ્દના વ્યવહાર બરાબર જ ગણાય. આમ જ્યાં “પચાસ” સંખ્યા નથી ત્યાં “પચાસ’ શબ્દને વ્યવહાર થાય છે.] હાથી, ઘોડા, વગેરેથી અતિરિક્ત એવા કઈ અર્થની અપેક્ષા રાખ્યા વિના ‘સેના પ્રતીતિ થાય છે; ધવ, ખદિર વગેરેથી અતિરિક્ત એવા કઈ અર્થની અપેક્ષા રાખ્યા વિના “વન પ્રતીતિ થાય છે. અર્થનિરપેક્ષ થતાં હોવાથી સેનાજ્ઞાન, વનજ્ઞાન વગેરે જ્ઞાને મિથ્યા છે. પરંતુ તેથી શું ઘટજ્ઞાન વગેરે જ્ઞાનએ પણ મિથ્યા બની જવું જોઈએ ? જ્ઞાનેનું વૈતથ્ય કે અવૈતથ્ય તે બાધક જ્ઞાનના અસદ્ભાવ–સદ્ભાવ ઉપર આધાર રાખે છે. ત્યાં સત્તા વગેરે સામાન્યમાં બીજું સામાન્ય ન હોવાથી સત્તા વગેરે સામાન્યમાં થતી અનુવૃત્તિબુદ્ધિ (= સામાન્યપ્રતીતિ) મિથ્યા છે, કેઈક ઉપાધિને લીધે તે ઉત્પન્ન થાય છે, પરંતુ એવું ગે વગેરેની બાબતમાં નથી. એટલે કુમારિક ભટ્ટે કહ્યું છે કે અનેક ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં (દા. ત. ગવ્યકિતઓમાં) એક સામાન્ય (દા. ત. ગત્વ સામાન્ય) હોવાને કારણે તે વ્યક્તિઓમાં સામાન્ય શબ્દને (દા.ત “ગ” એ સામાન્યશબ્દન) પ્રયોગ કરવામાં આવે છે પરંતુ સત્તા વગેરે સામાન્ય “સામાન્ય “સામાન્ય' એવી એકાકાર બુદ્ધિ ઉત્પન્ન કરતા હોવાથી તે સત્તા વગેરે સામાન્યમાં “સામાન્ય’ શબ્દને પ્રયોગ કરવામાં આવે છે. 101. નવિદાબેલાસિયાવારિત્વોપથિનિધન પરિપ્રત્યયઃ સેચતીत्युक्तम् । सत्यमुक्तमयुक्तं तु, एकार्थक्रियाकारित्वस्यैवासिद्धेः । यत्तक्तम् ‘एकप्रत्यवमर्शस्य हेतुत्वाद्धीरभेदिनी' इति [प्र.वा.१.११०] तदसाम्प्रतम् , प्रत्यवमर्शस्याप्येकत्वानुपपत्तेः । न हि बहुभिर्दर्शनैरेको विकल्पः सम्भूय साध्यते, अपि तु नानादर्शनानन्तरं तत्सामर्थ्यलब्धजन्मानो विकल्पा अपि भेदेनैवोल्लसन्ति । न च तेषां किमपि कार्यान्तरमस्ति येन ते एकतामधिगच्छेयुः । 101. બૌદ્ધ–[જેમ સત્તા વગેરે સામાન્યની બાબતમાં કોઈક ઉપાધિને લીધે એકાકાર બુદ્ધિ થાય છે તેમ અહીં વ્યક્તિઓમાં પણ એકાWક્રિયાકારિત્વરૂપ ઉપાધિને કારણે એકાકાર બુદ્ધિ ઘટે છે એમ અમે કહ્યું છે. નયાયિક–સાચે જ તમે કહ્યું છે પરંતુ તમારું તે કહેવું બરાબર નથી, કારણ કે એકાથયિાકારિત્વ પિતે જ અસિદ્ધ છે. તમે જે કહ્યું કે એક વિકલ્પના જનક હોવાથી દર્શને પણ અભેદ પામે છે એ ગ્ય નથી. કારણ કે વિકલ્પનું એકત્વ ઘટતું નથી; કેમ? કારણ કે ઘણાં દર્શને મળી એક વિકલ્પને ઉત્પન્ન કરતાં નથી પરંતુ જુદાં જુદાં દર્શને પછી તરત
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy