________________
વિશેપની જેમ સામાન્ય પ્રત્યક્ષ છે .
૧૮૫
ताभ्यामुत्पादितो वत्सः कथं भवति पाण्डुरः ॥ . यथा रूपादिसम्बद्धा सा व्यक्तिरुपलभ्यते । तथैव जातियुक्तेति का ते व्यसनसन्ततिः ।। अगोव्यावृत्ततायां वा नैष प्रश्नो निवर्तते । कस्मादगोनिवृत्तं तदद्य जातं खलक्षणम् ॥ तस्माद्वस्तुस्वभावेऽस्य विदित्वाऽननुयोज्यताम् ।
चोद्यचुञ्चुत्वमुत्सृज्य प्रतिपत्तिनिरूप्यताम् ।। प्रतिपत्तिश्च विशेषेष्विव सामान्येषु च निरपवादा दर्शितैव । तस्माद्विशेषवदप्रत्याख्येयं सामान्यम् ।
96. “આ કેવી રીતે બને ? એમ જેઓ પ્રશ્ન કરે છે તેમને અમે કહીએ છીએ કે અરે ! તે પછી આ બીજો પ્રશ્ન પણ તમે પૂછો કે આખલો પિશંગ છે, ગાય કાળી છે અને તે લીલા રંગનું ઘાસ ખાય છે, તે પછી તે આખલા અને ગાયથી પેદા થતે વાછડે પાંડર રગને કેમ બને છે ? જેમ [ઉત્પત્તિ વખતે જ રૂપ વગેરેથી સંબદ્ધ તે વ્યકિત ઉપલબ્ધ થાય છે તેમ જાતિથી સંબદ્ધ પણ તે વ્યક્તિ ઉપલબ્ધ થાય છે. એટલે આપત્તિઓની તમે જણાવેલી હારમાળા કઈ છે ? અગાવ્યાવૃત્તતાની બાબતમાં પણ આ પ્રશ્ન ઊભો નથી થતો એમ નહિ. અત્યારે જન્મેલું તે સ્વલાણ ક્યા કારણે અને વ્યાવૃત્ત છે? માટે, વસ્તુના સ્વભાવ બાબત પ્રશ્ન ઊઠાવવો કે [વસ્તુને સ્વભાવ એ કેમ છે એ ઘટતું નથી એમ સમજીને આપત્તિઓ આપવાનું કૌશલ છેડી તમે પ્રતિપત્તિનું નિરૂપણ કરે. વિશેષમાં થતી પ્રતિપત્તિની જેમ સામાન્યમાં પણ નિરપવાદપણે પ્રતિપત્તિ થાય છે એ અમે દર્શાવ્યું જ છે. તેથી, વિશેષની જેમ સામાન્ય પણ અપ્રતિષેધ્ય છે.
97. तत्रैतत् स्यात् - विशेषात्मन एव वस्तुनः सामान्यज्ञानजननशक्तियुक्तत्वात् किं सामान्यकल्पनयेति । तद्युक्तम् । विशेषवत् प्रत्यक्षत्वात् सामान्यस्य कः कल्पनार्थः ? यदि हि कार्यानुमेयं सामान्यं कल्पयेम, तत एवमनुयुज्येमहि कार्यस्याप्यन्यथा सिद्धेः कि तत् कल्पनयेति । प्रत्यक्षे तु सामान्ये कोऽयमनुयोगः ?
97. બૌદ્ધ- ત્યાં આ આપત્તિ થાય- વિશેષ રવભાવ જ ધરાવતી વસ્તુ પિતે જ સામાન્યજ્ઞાનને ઉત્પન્ન કરવાની શકિતવાળી છે, એટલે સામાન્યની કલ્પના કરવાની જરૂર જ કયાં છે ?
નૈયાયિક– આ આપત્તિ અગ્ય છે. તેનું એક કારણ એ કે વિશેષની જેમ સામાન્ય પ્રત્યક્ષ હોઈ સામાન્યની કલ્પના કરવાનું અમારે શું પ્રયોજન ? [અમે સામાન્યની કહાના કરતાં જ નથી.] તેનું બીજું કારણ એ કે જે અમે સામાન્યને કાય (જ્ઞાન) ઉપરથી અમેય માનતા હોઈએ તે તમે આમ પ્રશ્ન કરી શકે કે કાર્ય તો બીજી રીતેય ઘટે છે