________________
૧૮૨
વ્યક્તિ અને સામાન્યના ભેદની સ્થાપના પ્રતીતિભેદને આધારે
प्रतीतिभेदाभेदोऽस्ति देशभेदस्तु नेष्यते ।
तेनात्र कल्प्यते वृत्तिः समवायः स उच्यते ।। अवयवावयविनोर्गुणगुणिनोश्चेयमेव वृत्ति । तयोरर्थान्तरत्वमुपरिष्टादर्शयिष्यते। दर्शितं चामुनैव मार्गेण देशभेदश्च तयोर्नास्तीति विस्पष्टमयुतसिद्धत्वम् । * 88. બૌદ્ધ– બે અયુતસિદ્ધો વચ્ચે સમવાયસંબંધ છે એમ તમે કહે છે) અને અમે તે સમવાયસંબંધને પ્રતિષેધ કર્યો હોઈ તેને નિરાસ થઈ ગયો છે.
તૈયાયિક – તેને નિરાશ કરે શક્ય નથી. પ્રતીતિભદે ભેદ છે, દેશભદે ભદ અમે ઈચ્છતા નથી. અહીં વ્યકિત અને સામાન્ય વચ્ચે અમે જે સંબંધ કહે છે તેને અમે સમવાય કહીએ છીએ. અવયવ અને અવયવી વચ્ચે તેમ જ ગુણ અને ગુણી વચ્ચે પણ આ જ સબંધ છે. વ્યકિત અને સામાન્ય અવયવ અને અવયવી તેમ જ ગુણ અને ગુણી એ બે જુદા જુદા અર્થો છે એ અમે આગળ ઉપર દર્શાવીશું. તે બે વચ્ચે દેશભેદ નથી એટલે તેઓ અયુતસિદ્ધ છે એ આ પદ્ધતિએ જ અમે સ્પષ્ટપણે દર્શાવ્યું છે.
89 यदप्युच्यते 'नानिष्पन्नस्य सम्बन्धो निष्पत्तौ युतसिद्धता' इति तदपि परिहृतमाचार्यैः 'जातं च सम्बद्धं चेत्येकः कालः' इति वदद्भिः । सर्वं चैतदबाधितप्रतीतिबलात् कल्प्यते, न खशास्त्रपरिभाषया । विभूनामपि सम्बन्धः परस्परमसम्भवादेव नेष्यते, न स्वशास्त्रपरिभाषणात् । न संयोगः, तेषामप्राप्तेरभावात्, अप्राप्तिपूर्विका हि प्राप्तिः संयोगः । न च समवायः, तदाश्रितस्य तस्यानुपलम्भादित्यलं प्रसङ्गेन ।
89. જે ઉત્પન્ન થયું નથી તેને કોઈની સાથે સંબંધ ન હોય અને જે ઉત્પન્ન થઈ ગયું છે તેની બાબતમાં તે યુતસિદ્ધતા હોય એમ જે કહેવામાં આવ્યું તેને પણ આચાર્યું એમ કહીને પરિહાર કર્યો છે કે “ઉત્પત્તિ થવી અને સંબંધ થવો એ બંને એક કાળે થાય છે.” આ બધું અબાધિત પ્રતીતિના બળે અમે કયું છે, અમારા શાસ્ત્રની પરિભાષાને આધારે કયું નથી. વિભુ દ્રવ્ય વચ્ચે પરસ્પર સંબંધ અમે એ કારણે ઇચ્છ નથી કે તે સંબંધ સંભવ નથી, એ કારણે નહિ કે અમારા શાસ્ત્રની પરિભાષાની દષ્ટિએ તેને ન ઇચ્છવો જરૂરી છે. વિભુ દ્રવ્યો વચ્ચે સંયોગસંબંધ નથી કારણ કે તેમની અપ્રાપ્તિનો અભાવ છે. અબાપ્તિપૂર્વકની પ્રાપિત સંગ છે. તેમની વચ્ચે સમવાયસંબંધ નથી, કારણ કે બે વિભુ દ્રવ્યને આશ્રિત સમવાયસંબંધનું ગ્રહણ નથી; જેમ “તંતુઓમાં પટ છે' અર્થાત “અહીં આ છે એવી પ્રતીતિનું કારણ તંતુ-પટ આશ્રિત સમવાયસંબંધ છે, તેમ “આ વિભુદ્રવ્યમાં આ વિભુ દ્રવ્ય છે' એવી પ્રતીતિ જ થતી નથી. આમ વિભુદ્રવ્યાશ્રિત સમવાયસંબંધ માનવાને કઈ પ્રતીતિને આધાર જ નથી, એટલે બે વિભુદ્રવ્યાશ્રિત સમવાયસંબંધ છે જ નહિ.] માટે, તમે આપત્તિઓ આપવી રહેવા દે. 90. જે વૃત્તી સંવમૂત્રમૂતUETMરિy
जात्यादीनामनंशत्वात् ताभ्यां वृत्तिविलक्षणा ।। तस्माद् वृत्त्यनुपपत्तेरित्यदूषणम् ।