________________
જાતિ વ્યકિતમાં સમવાય સંબંધથી રહે છે
૧૮૧ ' 86. જેમ કુવલય, આમળું વગેરે જ્ઞાનમાં ભિન્ન ભાસે છે તેમ સામાન્ય વ્યક્તિથી ભિન્નપણે ભાસ નથી થતો એમ જે કહેવામાં આવ્યું તેના ઉત્તરમાં ત્યાં અમે પ્રતીતિભેદ દર્શાવ્યો છે. વ્યક્તિ જે દેશમાં હોય તે દેશથી ભિન્ન દેશમાં સામાન્યનું ગ્રહણ થતું ન હોવાથી તેમ જ વ્યક્તિનું અગ્રહણ હતાં સામાન્યનું જ્ઞાન ન થતું હોવાથી [સામાન્ય વ્યક્તિથી ભિન્ન નથી] એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં ત્યાં અમે જણાવ્યું છે કે તે પરિસ્થિતિનું કારણ જાતિ વ્યક્તિમાં સમવાય સંબંધથી આશ્રિત છે એ છે અને નહિ કે જાતિનું અસત્ત્વ. વ્યકિતમાં જાતિ સમવાય સંબંધથી રહેતી હોઈ વ્યકિત જે દેશમાં હોય તેનાથી જુદા દેશમાં જાતિનું ગ્રહણ થતું નથી કે વ્યકિતનું અગ્રહણ હોતાં સામાન્યનું ગ્રહણ થતું નથી. જુદાં દેશમાં જાતિનું ગ્રહણ ન થવાનું કે વ્યક્તિનું અગ્રહણ હોતાં સામાન્યનું અગ્રહણ થવાનું કારણ એ નથી કે વ્યકિતથી ભિન્ન જતિનું અસ્તિત્વ નથી.
87. વધુad ગૃજ્યનાિિતિ તત્રાળુ – પ્રતિgિe નૈવ જ્ઞાતિवर्तते इति । पिण्डान्तरे तदुपलम्भो न स्यादिति चेत् किं कुर्मः ? कमुपलभामहे ? पिण्डान्तरेऽपि तदुपलम्भोऽस्त्येव । कथं च भवन्तमेनं निहनुमहे ? एकदेशास्तु जातेन सन्त्येव यैरस्या वर्तनं ब्रूमः ।
क्वेदमन्यत्र दृष्टं चेद् अहो निपुणता तव । दृष्टान्तं याचसे यस्त्वं प्रत्यक्षेऽप्यनुमानवत् ॥
किनामधेयैषा वृत्तिरिति चेद् न नामधेयम् अस्या जानीमः, पिण्डसमवेता जातिरित्येतावदेव प्रचक्ष्महे ।
87. વ્યકિતમાં જાતિનું રહેવું ઘટતું નથી, એટલે જાતિ નથી એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં પણ અમે કહીએ છીએ કે પ્રત્યેક વ્યકિતમાં જાતિ સંપૂર્ણપણે રહે છે જે એમ હોય તે અન્ય વ્યકિતમાં જતિનું જ્ઞાન ન થાય એવી આપત્તિ જે તમે આપશે તે અમે જણાવીશું કે અન્ય વ્યકિતમાં પણ જાતિનું પ્રત્યક્ષ જ્ઞાન થાય તે એમાં“અમે શું કરીએ ? એિના સિવાય બીજા કેનું જ્ઞાન કરીએ ? અન્ય વ્યકિતમાં પણું જાતિનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે જ. ઉત્પન્ન થતા જાતિના પ્રત્યક્ષનો પ્રતિષેધ અમે કેમ કરીએ ? એકદેશે. (=અંશે, અવયવો) તે જતિને છે જ નહિ કે જેમના દ્વારા જાતિ વ્યકિતમાં રહે છે એમ અમે કહીએ. આવું બીજે ક્યાં છે એમ જે તમે પૂછતા હે તે અમે જણાવીશું કે અહે! તમારી નિપુણતા કે તમે પ્રત્યક્ષમાં પણ અનુમાનની જેમ દષ્ટાંત માગે છે. જો તમે પૂછશો. કે જાતિનું વ્યકિતમાં આ રહેવું કયા નામે ઓળખાય છે તે અમે ઉત્તર આપીશું કે અમે નામ જાણતા નથી; જાતિ વ્યકિતમાં સમત છે એટલું જ અમે કહીએ છીએ.
88. નન્વયુતસિદ્ધય: સવઃ સમવાય: | સ વિકતિષેધાવ નિરસ્ત: | न शक्यते निरसितुम्