SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ્ય અને વિકણ્યિના ભેદના અગ્રહણને કારણે પ્રવૃત્તિ થાય છે કે दृश्यमेव गृहीतं मन्यते तदभिमानेन च प्रवर्तते । इदं तदेकीकरणमाहुः - दृश्यविकल्प्ययोर्भ देन वस्तुनो दृश्यात् विकल्प्यो यन्न गृह्यते । न पुनभिन्नयारभेदाध्यवसाय एकीकरणमिष्यते, दृश्याद् विभिन्नस्य विकल्प्यस्य शुक्तेरिव रजतस्य निर्देष्टुमशक्यत्वादभेदाध्यवसाये चेापायाभावात् । नाभेदाध्यवसाये दर्शनमुपाया विकल्प्याविषयत्वात्, न विकल्पो दृश्याविषयत्वात् । तस्माद् भेदानध्यवसायादेव પ્રવૃત્તિ: | 72, બૌદ્ધ- અમે ઉત્તર આપીએ છીએ. દર્શનના વિષય અને વિકલ્પના વિષયના એકીકરણને કારણે પ્રવૃત્તિ થાય છે. દર્શનને જે વિષય છે તેના (સ્વલક્ષણતા) દર્શન પછી તરત જ જ્યારે વિકલ્પ ઉત્પન્ન થાય છે ત્યારે વિકલ્પના વિષયને વિકલ્પના વિષય તરીકે પ્રમાતા જાણતો નથી – સમજ નથી. દર્શન અને વિકલ્પ વચ્ચે કાળનું કઈ અંતર ન હોવાથી છેતરાયેલે પ્રમાતા પોતે દશ્યને જ ગ્રહણ કર્યું છે એમ માને છે અને એ અભિમાનથી પ્રવૃત્તિ કરે છે. તેમનું એકીકરણ અને કહે છે – દશ્ય અને વિકર્ણ એ બેમાં દશ્ય વસ્તુથી વિકણ્યના ભેદના અગ્રહણને. પરંતુ ભિન્ન એવાં તે બેના અભેદના અધ્યવસાયને એકીકરણ નથી ઈચ્છવામાં આવ્યું, કારણ કે શુક્તિથી ભિન્ન રજીતનો નિર્દેશ કરવાનું જેમ બ્રિાન્તજ્ઞાનમાં અશક્ય છે તેમ અહીં દશ્યથી ભિન્ન વિકને નિર્દેશ કરવાનું અશક્ય છે, અને વળી અભેદાધ્યવસાયને કોઈ ઉપાય નથી. અમેદાધ્યવસાયમાં દર્શન ઉપાય નથી, કારણ કે વિક દશનને વિષય નથી; વિકલ્પ પણ ઉપાય નથી, કારણ કે દશ્ય વિકપનો વિષય નથી, તેથી ભેદના અધ્યવસાયથી જ પ્રવૃત્તિ થાય છે. ___73. प्राप्तिरपि दृश्यस्यैवार्थक्रियाकारिणो वस्तुनः पारम्पर्येण, तन्मूलत्वात् कार्यप्रबन्धस्य । दृश्याद् दर्शनं, ततो विकल्पः, ततः प्रवृत्तिरिति । अर्थ हि मूलवर्तिनमुपलभ्य प्रवर्तमानस्तमाप्नोति, अपवरकनिहितमणिप्रसृतायां कुञ्चिकाविवरनिर्गतायामिव प्रभायां मणिबुद्धया प्रवर्तमानः । यत्र तु मूलेऽप्यों नास्ति तत्र व्यामोहात् प्रवर्तमानो विप्रलभ्यते, दीपप्रभायामिव तथैव मणिबुद्धया प्रवर्तमानः । 73. અર્થક્રિયાકારી દશ્ય વસ્તુની પ્રાપ્તિ પણ પરંપરાથી થાય છે કારણ કે કાર્યોની હારમાળાનું મૂળ તે વસ્તુમાં છે. દશ્ય વસ્તુથી દર્શન ઉત્પન્ન થાય છે, દર્શનથી વિકલ્પ ઉત્પન્ન થાય છે, વિકલ્પથી પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે જેમ ઓરડામાં મૂકેલા મણિમાંથી ફેલાતી જે પ્રભા ફેંચી નાખવાના કાણામાંથી બહાર નીકળે છે તે પ્રભાને મણિ માની પ્રવૃત્ત થતા પ્રમાતા મણિને પ્રાપ્ત કરે છે તેમ વિધ્યને મૂળમાં રહેલું દશ્ય અર્થમાની પ્રવૃત્તિ કરતો પ્રમાતા વસ્તુને પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યાં વિકલ્પના વિષયના મૂળમાં અર્થ વસ્તુ) ન હોય ત્યાં વ્યાપેહથી પ્રવૃત્તિ કરતે પ્રમાતા છેતરાય છે (અર્થાત તેની પ્રવૃત્તિ નિષ્ફળ જાય છે, જેમકે દીપપ્રભામાં તે પ્રમાણે જે મણિભાની પ્રવૃત્તિ કરતા પ્રમાતા,
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy