SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મન્ચવાક ઉપર અપ્રામાણ્યને આપ ૧૧૯ (223. શંકાકાર –તેને ઉત્તર આપીએ છીએ ઉચ્ચારણમાત્રથી વિધ્યર્થને મંત્રો ઉપયોગી છે કેમ ? કારણ કે તે પ્રમાણે (અર્થાત ઉચ્ચારણમાત્રથી) મંત્રના વિનિયોગને ઉપદેશ છે, જેમ કે [“હે પુડાશ !] વિસ્તીર્ણ થઈને વિસ્તાર પામ એમ ઉચ્ચારી પુરડાશને વિસ્તારે”. મંત્રો પદાર્થોને પ્રકાશિત કરવામાં ઉપકારી હોય તો આ મંત્રના સામર્થથી જ અર્થાત પોતાના અર્થથી જ મંત્ર પ્રક્રિયામાં ઉપયોગી બને, તો પછી શા માટે પ્રથમ ક્રિયામાં આ મંત્ર ઉપયોગી છે એમ જણાવી મંત્રોચ્ચાર કરનારને ( યજ્ઞકર્તાને પ્રથનક્રિયામાં આ મંત્ર બોલવાની સૂચના આપવામાં આવે છે ? ચક્ષુવાળા પુરુષ બીજથી દેરવાતો હોય તે ખરેખર તે ચક્ષુબ વડે દેખતો નથી એવું સમજાય છે અગ્નિ સળગાવનાર ઋતિફ ! તું અગ્નિઓને લઈ જા (મનીટનીર્ વિર)' એ મંત્ર બોલતો એ ઋવિ અગ્નિવિહરણર્મ કરે છે જ; તે પછી “અગ્નિવિહરણકર્મમાં આ મંત્ર ઉપયોગી છે માટે તે કામ કરતી વખતે તે મંત્ર બોલે” એમ વચનથી સચવવાનું પ્રયોજન જ કયાં રહ્યું ? મંત્ર ઉચ્ચારણમાત્રથી વિધ્યર્થને ઉપકાર કરતો હોય તે ઉચ્ચારણથી કંઈક અદષ્ટ ઉપકાર જન્મે છે એમ કલ્પવામાં આવે છે. 224. वाक्यक्रमनियमाच्चाविवक्षितार्थान् मन्त्रानवगच्छामः । नियतपदक्रमा हि मन्त्राः पञ्यन्ते । यद्यर्थप्रतिपादनेनोपकुर्युः नियतक्रमाश्रयणमनर्थकं स्यात् , क्रमान्तरेणापि तदर्थावगमसंपत्तेः । 224 મંત્રો વિવક્ષિત અર્થ ધરાવતા નથી એવું વાગત પદોના નિયત ક્રમના નિયમ ઉપરથી અમને જણાય છે. અનુક નિયત ક્રમમાં પદો ધરાવતા મંત્રો ઉચ્ચારાય છે. જે મંત્રો અર્થનું પ્રતિપાદન કરી તે દ્વારા વિધ્યર્થને ઉપકાર કરતા હતા તે નિયતક્રમને વળગી રહેવું અર્થ વગરનું બની જાય, કારણ કે બીજા ક્રમથી પણ તે અર્થનું જ્ઞાન થાય છે. 225. સૂતાત્ત્વિર્ણિતાથ મન્ના | વિથમાનાર્યવાસિનો હિ દ્િ दृश्यन्ते । यथा 'चत्वारि शृङ्गा त्रयो अस्य पादाः द्वे शीर्षे सप्त हस्तासो अस्य । त्रिधा बद्धो वृषभो रोरवीति महो देवा मानाविवेश' [ऋग्वेद ४.५८.३] इति । न हि चतुःशृङ्गं त्रिपादं द्विशिरस्कं साहसं किञ्चिद् यज्ञसाधकमस्ति, यदनेन प्रकाश्येत । _225 અને આ કારણે પણ મંત્રો વિવલિત અર્થવાળા નથી –કેટલાક મંત્રો અવિદ્યમાન પદાર્થને જણાવતા દેખાય છે, જેમકે એને ચાર શિંગડાં છે, ત્રણ પગ છે, બે માથાં છે, સાત હાથ છે. ત્રણ પ્રકારે બાંધેલ બળદ મોટે અવાજ કરે છે. મોટે દેવ માર્યોમાં પ્રવેશ્ય (વારિ વગેરે) ચાર શિંગડાંવાળું, ત્રણ પગવાળું, બે માથાવાળું અને સાત હાથવાળું કઈ યજ્ઞસાધન પશુ છે નહિ કે જેને આ મંત્ર પ્રકાશિત કરે (અર્થાત જણાવે)
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy