________________
૧૧૨
અથવાદવાના પ્રામાણ્યની સ્થાપના
નીતિ’ [તાં2 . ૨૬.૭.૨] રૂવાપઃ હોષિ “ ની તયા' इत्यतो न तथा क्रेतारः प्रवर्तन्ते यथा 'एषा बहुस्निग्धक्षीरा सुलीला सापत्या अनवप्रजा च' इत्येवमादिभ्यः स्तुतिपदेभ्यः । स्वानुभवसाक्षिकोऽयमर्थः । अत एव केचिदश्रुतार्थवादकेऽपि विधिवाक्ये तत्कल्पनमिच्छन्ति, यथा क्वचिदर्थवादाद्विधिकल्पनमिति । यथोक्तम् (विधिस्तुत्योः सदा वृत्तिः समानविषयेष्यते' इति [तं० वा० १.४.१३] । अनधिगम्यमानविधिसम्बन्धाच्चार्थवादाद्विधिरुन्नीयते, न गम्यमानविधिसम्बन्धात् । ' 213. શંક-સ્તુતિરહિત કેવળ વિધિવાક્ય સમર્થ છે તે પછી શા માટે સ્તુતિપદેને [વાકયમાં] પ્રયોગ કરવામાં આવે છે ?
યાયિક–અમે ઉત્તર આપીએ છીએ. ભીમસના મતે શબ્દ (અર્થાત વેદ) અપર્યનો છે (અર્થાત્ જેની બાબતમાં પ્રભ જ ન કરી શકાય તેવો છે); અને અમારા ભગવાન ઈશ્વર અપનાજ્ય છે. વેદ બેલાય ત્યારે વેદના આપણે પ્રતિપત્તા (=જ્ઞાતા, શ્રોતા) છીએ. કર્તા નથી. વેદની પ્રતિપત્તિને ક્રમ તે અમે દર્શાવી દીધો છે. અને આમ જે કે દ્રવ્ય, દેવતા, ઇતિકર્તવ્યતાના વિધાન દ્વારા અંગવિધિઓ જેમ કર્મમાં ઉપયોગી છે તેમ અર્થવાદવા ઉપયોગી નથી, તેમ છતાં સસ્તુતિક વિષયની પ્રતીતિનું તેઓ અંગ છે એ હકીકત ટાળી શકાય એવી નથી. [જ્યારે સ્તુતિપદો નથી હોતાં ત્યારે સ્તુતિરહિત વિશ્વની પ્રતીતિ થાય છે. પરંતુ જ્યારે સ્તુતિપદે હોય છે ત્યારે તો સસ્તુતિક વિષયની જ પ્રતીતિ થાય છે. તેથી અર્થવાદો સસ્તુતિક વિષયની પ્રતીતિનું કારણ છે, અંગ છે. અલબત્ત, અહીં પ્રતીતિ સસ્તુતિક વિષયની થાય છે પરંતુ અનુષ્ઠાન તે શુદ્ધ વિષયનું જ થાય છે.] એટલે જ અર્થવાદ પ્રમાણપયોગી છે, પ્રમેયપયોગી નથી એમ કહેવાય છે. કેવળ વિધિપદનું શ્રવણ થતાં યજ્ઞ કરનારાઓને તેના (=વિધિના) પ્રત્યે આદર જાગતું નથી. ત્યાં વિધિ પ્રત્યેની વિશેષ ભક્તિ મરવા પડે છે. તે ડૂબતી ભકિતને જાણે કે કર્મના પ્રાશનું અવાજનિત જ્ઞાન બચાવે છે, તારે છે. સજિતયજ્ઞ કરે આ વિધિપદમાંથી તે શ્રદ્ધાતિશય પેદા થતા નથી જે “સર્વજિતયજ્ઞ વડે દેવોએ ખરેખર બધું જીતી લીધું; સર્વની પ્રાપ્તિ માટે, સર્વની જીત માટે દેવોએ સર્વજિત યજ્ઞ કર્યો; આ સર્વજિત યજ્ઞ વડે સૌ બધું છત છે' આ અર્થવાદપદોમાંથી પેદા થાય છે. જગતમાં પણ આ ગાય ખરીદવી જોઈએ એમ કહ્યું તેથી ખરીદનારા તેવા પ્રવૃત્ત થતા નથી જેવા તેઓ “આ બહુ સ્નિગ્ધ દૂધ આપનારી છે, શુકનિયાળ છે, વાછરડાવાળી છે અને નિર્દોષ પ્રજાવાળી છે' એ સ્તુતિપદોથી પ્રવૃત્ત થાય છે. એટલે જ, જેમ કેઈકવાર અર્થવાદ ઉપરથી વિધિની કલ્પના કરવામાં આવે છે તેમાં કેટલાક જે વિધિવાક્યમાં અથવાદ શ્રત નથી તેમાં પણ અર્થવાદની કલ્પના કરવાનું ઈચ્છે છે. જેમ કે કહેવામાં આવ્યું છે કે વિધિ અને સ્તુતિની પ્રવૃત્તિ સદાય સમાનવિષયા ઈચ્છવામાં આવી છે.” [અશ્રત અને પરિણામે જેનું જ્ઞાન નથી થતું એવી વિધિ સાથે જેને સંબંધ હોય એવા અથવાદ ઉપરથી વિધિની