SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ કમે આત્મામાં પાડેલે સંસ્કાર ઉત્પત્તિ સુધી ટકે છે यथेन्द्रियादिसंयोगादात्मनो बुद्धिसंभवः । तथा यागादिकर्मभ्यस्तस्य संस्कारसंभवः ।। बुद्विस्तु भगुरा तस्य संस्कारस्तु फलावधिः । साध्यसाधनभावो हि नान्यथा फलकर्मणोः ।। स्मृतिबीजं तु संस्कारस्तस्यान्यैरपि मृष्यते । तथैव फलसंयोगबीजं सोऽस्य भविष्यति ॥ स यागदानहामादिजन्यो धर्मगिरोच्यते । ... ब्रह्महत्यादिजन्यस्तु सोऽधर्म इति कथ्यते ॥ 19. વળી પૂર્વપક્ષીએ જે કહ્યું કે કાલાન્તરે કમને અભાવ હોવાથી ફળ ક્યાંથી થાય છે, તે પણ યોગ્ય નથી. જો કે ફળ થાય ત્યાં સુધી કમ ટકતું નથી તો પણ કમે પાડેલ સંસ્કાર પુરુષમાં હોય છે જ, કારણ કે કર્મજન્ય સંસ્કાર પુરુષના બુદ્ધિ વગેરે ગુણે જે પુરુષને ગુણ છે, અને ફળની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તેની સ્થિતિ સ્વીકારવામાં આવી છે. જેમ ઈન્દ્રિય વગેરેના સંયોગથી આત્મામાં બુદ્ધિ જન્મે છે તેમ યાગ વગેરે કર્મોથી આત્મામાં સંસ્કાર જન્મે છે. પરંતુ પુરુ ની બુદ્ધિ ભંગુર છે જ્યારે સંસ્કાર ફળની ઉત્પત્તિ સુધી ત્યાં રહે છે. અન્યથા, કર્મ અને ફળ વચ્ચેનો સાધ્યસાધનભાવ ઘટે નહિ. સ્મૃતિનું બીજ પુરુષ ગત સંસ્કાર છે એ બીજાઓ પણ સ્વીકારે છે, તે જ રીતે ફલસંગનું બીજ પુરુષગત સંસ્કાર બનશે યાગ, દાન, હોમ, વગેરેથી જન્ય તે સંસ્કાર “ધર્મ શબ્દથી જણાવાય છે. પરંતુ બ્રહ્મહત્યા, વગેરેથી જન્ય તે સંસ્કાર અધમ” કહેવાય છે. 200. ઉલ્ટાનુ અન્ત:વરાર યુદ્ધવિશેવું ઘર્મનાદુ: | ગાતા: पुण्यपुद्गलान् धर्मत्वेन व्यपदिशन्ति । शाक्यभिक्षवश्चित्तवासनां धर्ममाचक्षते । वृद्धमीमांसकाः यागादिकर्मनिवर्त्यमपूर्वं नाम धर्ममभिवदन्ति । यागादिकमैव शाबरा ब्रुवते । वाक्यार्थ एव नियोगात्माऽपूर्वशब्दवाच्यः, धर्मशब्देन च स एवोच्यते इति प्राभाकराः कथयन्ति । 20. કપિલમુનિના અનુયાયીઓ અતઃકરણભૂત બુદ્ધિની વિશિષ્ટ વૃત્તિને ધર્મ કહે છે. જેને પુણ્યપુદ્ગલેને ધમ કહે છે. બૌદ્ધ ભિક્ષુઓ ચિત્તની વાસનાને ધર્મ કહે છે. વૃદ્ધ મીમાંસક યાગ આદિ કર્મોથી જન્ય અપૂર્વને ધર્મ કહે છે. શબરના અનુયાયીઓ યાગ આદિ કર્મને જ ધર્મ કહે છે. “અપૂવ” શબ્દયાશ્ય નિયોગાત્મા વાક્યર્થ જ “ધમ શબ્દથી જણાવાય છે એમ પ્રાભાકરે કહે છે. 201. तत्र पुण्यपुद्गलवृत्तिपक्षयोः कपिलार्हद्ग्रन्थकथितयोस्तन्मतनिरासादेव निरासः । आत्मनश्च समर्थयिष्यमाणत्वात् तस्यैव वासना, न चेतस इति सौगतपक्षो
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy