________________
કર્મના ત્રણ પ્રકારો
[ઉપર જણાવેલા ત્રણેય ગ્રંથમાં અનુક્રમે નિર્દિષ્ટ અટજન્મવેદનીય, ઉપપદ્યવેદનીય-અપરપર્યાયવેદનીય અને પરલોકવેદનીય કર્મ સાથે સરખાવો.] (૩) કેટલાંક કર્મો જેમનું ફળ ક્યારે– આ જન્મમાં કે જન્માન્તરમાં-મળશે એ નિયત નથી. આ પ્રમાણે કલ્પના છે. તેમાં કારીરી આદિ કર્મોનું ફળ આ જન્મમાં જ મળે છે. સકળ લેકને સંતાપ કરનાર મહાન દુકાળ શરૂ થયો હોય ત્યારે કારીરીયજ્ઞ કરવામાં આવે છે. વૃષ્ટિરૂપ તેનું ફળ સ્વભાવથી જ સવલોકસાધારણ છે, તરત જ વૃષ્ટિ થાય એ ઇચ્છનીય છેવૃષ્ટિ તરત જ થાય એ ગ્ય છે. તેવાં જ વચને વેદમાં દેખાય છે—જે વરસાદ આવે છે તેટલાથી જ [અર્થાત વરસાદથી જ] યજ્ઞની સમાપ્તિ થાય. જે વરસાદ ન આવે તે બીજા દિવસે આહુતિ આપવી.” તિષ્ઠોમ વગેરે કર્મ જન્માન્તરમાં ફળ આપે છે કારણ કે તેમના ફળના સ્વભાવને મહિમા જ એ છે કે તેમનું ફળ પરલેકમાં જ થાય. સ્વગ એ અનુપમ સુખ છે કાં તે આવા સુખવાળું સ્થાન છે. આ દેહથી સ્વર્ગને બેમાંથી કોઈ પણ રૂપને ભોગવવું શક્ય નથી. ચિત્રા વગેરે યજ્ઞકર્મનું ફળ અનિયતકાલીન છે, કારણ કે તેમનાં ફળ પશુ વગેરે ઇલેકમાં કે પલે માં સંભવે છે. આને અવશ્યપણે આમ સમજવું જોઈએ. તે આ પ્રમાણે–જેમણે ચિત્રાયજ્ઞ કર્યો નથી તેમની પાસે પણ આ જન્મમાં પશુઓ દેખાય છે. સેવા, ભેટ, વગેરે દેખાતાં કારણે જ તેમનાં કારણે છે એમ કહેતાં તેમના નિમિત્તકારણરૂપ પ્રાચીન કર્મની હાનિ થાય અને પરિણામે ચાર્વાકમતમાં પ્રવેશની આપત્તિ આવી પડે. પશુ વગેરેનું નિમિત્તકારણ કમ હેય તે કયું કમ તેમનું નિમિત્તકારણું છે જે તેમને ઉત્પન્ન કરે છે એ જણાવવું જોઈએ, કારણ કે બ્રહ્મવર્ચસ્ વગેરે જેમનું ફળ છે એ કર્મમાંથી પશુઓ ઉત્પન્ન થતાં નથી. અને જેનું ફળ પશુઓ છે તે ચિત્રાકને તે તેમણે આ જન્મમાં કર્યું જ નથી. પૂર્વજન્મમાં કરેલ ચિત્રાકમે તો તે જ જન્મમાં તેનું ફળ આપી દીધું છે કારણ કે ચિત્રાકને ઈલેકમાં (આ જન્મમાં) જ ફળ આપતું તમે સ્વીકાર્યું છે. તે પછી તેમને પશુસંપત્તિ કયાંથી ?
188. ननु गौतमवचनप्रामाण्यात् पूर्वकृतभुक्तशिष्टज्योतिष्टोमादिकर्मनिमित्तकः स पशुलाभो भविष्यति । यथोक्तम् 'वर्णा आश्रमाच स्वकर्मनिष्ठाः प्रेत्य कर्मफलमनुभूय पतन्तः ततश्शेषेण विशिष्टदेशश्रतवृत्तवित्तादियुक्तं जन्म प्रतिपद्यन्ते' [गौ० ध० सू० ૧૨.૩૨] તિ |
188. કોઈ કહે છે -[ગૌતમધર્મસત્રના કર્તા] ગૌતમનું વચન આમાં પ્રમાણ હેઈ, પહેલાં કરેલાં તિક્ટોમ વગેરે કર્મોને [પછીના જન્મમાં] ભગવ્યા પછી બાકી રહેલાં તે કમ્મરૂપ નિમિત્તકારણથી તે પશુપ્રાપ્તિ [જન્માક્તરમાં] થશે; જેમકે ગૌતમધમસત્રમાં કહ્યું છે, “વણું અને આશ્રમમાં રહેલાઓ પોતપોતાના વર્ણ આશ્રમને અનુરૂપ કર્મો નિષ્ઠાપૂર્વક કરે છે, તેઓ મરીને પિતાનાં કર્મોનાં ફળ ભોગવીને પૃથ્વી પર પાછા અવતરતાં તે કર્મોમાંથી બાકી રહેલાં કર્મોને કારણે વિશિષ્ટ દેશ, શ્રત, આચાર વગેરેથી યુક્ત એવો જન્મ પામે છે” 189. નૈતદ્યથાશ્રત વોઉં યુ”
न ह्यन्यफलकं कर्म दातुमीष्टे फलान्तरम् । साध्यसाधनभावो हि नियतः फलकर्मणाम् ॥