SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અને વિધિલને ભેદ અજ્ઞાનીનું વચન છે, કારણ કે વિધિનાં ફળની ક્રિયાનાં ફળો સાથે સમાનતા ઘટતી નથી. અડી જગતમાં કઈક ફળ વિધિનું હેય છે અને કેઈક ફળ ક્રિયાનું હેય છે. કૃષિ વગેરેમાં જમીનનું તૂટવું વગેરે ક્રિયાફળ છે પરંતુ પાકની સમૃદ્ધિ એ વિધિફળ છે. કૃષિ વગેરેમાં વળી ક વિધિ છે ? કૃષિશાસ્ત્ર(=વાર્તાવિદ્યા)માં તે વિધિ છે, અથવા વૃદ્ધોપદેશ તે વિધિ છે. અથવા અન્વય-વ્યતિરેક ત્યાં વિધિસ્થાનીય બનશે. જગતમાં પણ વેતનની કામનાવાળો રાધે છે' વગેરેમાં રાંધણક્રિયાનું ફળ ભાત (ચડેલા ચોખા) છે, વિધિનુ ફળ વેતન છે. તેમાં ક્રિયાનાં ફળની બાબતમાં જ આ નિયમ છે કે ફળ ક્રિયા પછી તરત જ ઉત્પન્ન થાય છે. પરંતુ વિધિના વેતન વગેરે ફળોની બાબતમાં કાળને નિયમ નથી. યજ્ઞમાં પણ, હરિવર્વિકાર વગેરે ક્રિયાફળો તરત જ થાય છે, પરંતુ પશુપુત્ર, વગેરે વિધિળો અમુક નિપાત કાળે થતા નથી. તેથી જ, મનસુખ ક્રિયાફળ છે એટલે તરત જ થાય છે; પરંતુ મર્દન કરનાર પુરુષને સેવાનું ફળ નિયત કાળે મળે એવું નથી. “ગામધણી થવા ઈચ્છતો માણસ રાજની સેવા કરે' એવી લૌકિક વિધિઓની બાબતમાં પણ વિધિફળ વિશે કોઈ કાલનિયમ નથી. આયુર્વેદમાં ઉપદિષ્ટ ઔષધની વિધિઓનાં ફળ પણ ક્રિયાનાં ફળની જેમ સદ્ય ઉત્પન્ન થતાં દેખાતાં નથી, પરંતુ કાળની અપેક્ષા રાખે છે જ. તેથી વિધિનાળના આનન્તર્યની બાબતમાં કંઈ પ્રમાણ નથી. 185. यत्त पशुविरहकृतकदशनादिदोदूयमानाधिकारिस्वरूपपर्यालोचनया सद्यःफलत्वमुच्यते तदपि न साम्प्रतम् , पुरुषेच्छामात्रमेतत् न प्रमाणवृत्तम् । . अपि चैहिकत्वं फलस्य तावता सेत्स्यति, न पुनः क्रियाफलवत् सद्यस्त्वम् । सन्ति चैहिकफलान्यपि कालान्तरसत्यपेक्षाणि कर्माणि । यथा 'ब्रह्मवर्चसकामस्य कार्य विप्रस्य पञ्चमे' इति । न तत्र पंचमवर्षे उपनीतमात्र एव माणवको ब्रह्मवर्चससम्पन्नो भवति, कालान्तरे तु भवतीति । एवं वीर्यकामादिष्वपि द्रष्टव्यम् । तस्माद्विधिफलानामानन्तर्यनियमाभावान्न तद्विसंवादो दोषाय । कालान्तरेऽपि यत्र फलादर्शनं, तत्र क्रियावैगुण्यकर्मान्तरप्रतिबन्धादि कारणमित्युक्तम् । 185. પશુના અભાવને લીધે ખરાબ ખોરાક ખાવો પડતો હોવાથી દુઃખ અનુભવતા અધિકારી પુરાના સ્વરૂપની પર્યાલોચનાને આધારે વિધિનું સઘત્વ જે કહેવાયું છે તે પણ બરાબર નથી કારણ કે તે પુરુચ્છામાત્ર છે, તે કોઈ પ્રમાણવ્યાપારથી સિદ્ધ નથી. તેટલાથી તે (અર્થાત પુચ્છામાત્રથી તે) આ જન્મમાં વિધિનું ફળ સિદ્ધ થઈ શકશે, પણ ક્રિયાના ફળની જેમ તેની તકાત્યતિ થઈ શકશે નહિ. આ જન્મમાં ફળનારાં કર્મો પણ કાલાન્તરની અપેક્ષા રાખે છે, અર્થાત તત્કાળ ફળતાં નથી; જેમ કે “બ્રહ્મવર્ચસની કામનાવાળા વિપ્રને પાંચમ [વર્ષમાં] ઉપનયન સંસ્કાર કરવો જોઈએ.” ત્યાં પાંચમા વર્ષે ઉપનયન સંસ્કાર કરવા માત્રથી તરત જ બટુક બ્રહ્મવર્ચસથી સંપન્ન બની જતું નથી પરંતુ કાલાંતરે બને છે. વીર્યની કામના વગેરે માટે કરવાના કર્મોની બાબતમાં પણ આમ જ સમજવું જોઈએ. તેથી વિધિનાં ફળોમાં આનન્તર્યને નિયમ ન હોઈ, તેને વિસંવાદ દેષ માટે નથી. કાલાન્તરે પણ
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy