________________
બ્રાન્ત જ્ઞાનને વિષય अयमेव च द्वयोरसत्त्वयोर्विशेषः यदेकस्य ग्रहणं दृष्टमितरस्य न दृष्टमिति ।
124. શંકાકાર પ્રભાકર–વિપરીત ખ્યાતિમાં ગૃહીત થતા અસત અર્થની બાબતમાં દેશાન્તર [કે કાલાન્તરનો] વિચાર કરવાથી શો લાભ?
નૈયાયિક – એમાં અમે શું કરીએ, કારણ કે બ્રાતિમાં તેવી જ વસ્તુનું દર્શન થાય છે. જે વસ્તુ દેશાન્તર કે કાલાન્તરમાં પણ અસ્તિત્વ ધરાવતી નથી તેનું ગ્રહણ થતું દેખાતું નથી, ઉદાહરણાર્થે આકાશકુરુમ. આ જ છે બે અસત્પણને ભેદ, એકનું ગ્રહણ દેખાય છે, બીજાનું ગ્રહણ દેખાતું નથી.
125. ननूक्तं तत्रासतोऽर्थस्य कथं ज्ञानजनकत्वमजनकस्य वा कथं प्रतिभासः ? उक्तमत्र सदृशपदार्थदर्शनोद्भूतस्मृत्युपस्थापितस्य रजतस्यात्र प्रतिभासनमिति । न चास्योपस्थापनं पशोरिव रज्ज्चा संयम्य ढौकनम् , अपि तु हृदये परिस्फुरतोऽर्थस्य बहिरवभासनम् । न चैतावतेयमात्मख्यातिरसख्यातिति वक्तव्यं, विज्ञानाद्विच्छेदप्रतीतेः, अत्यन्तासदर्थप्रतिभासाभावाच्चेति । अथवा पिहितस्वाकारा परिगृहीतपराकारा शुक्तिकैवात्र प्रतिभातीति भवतु द्वितीयः पक्षः ।
125. શંકાકાર પ્રભાકર – ત્યાં અમે પૂછ્યું જ છે કે વિપરીત ખ્યાતિમાં અસત અર્થ જ્ઞાનને જનક કેવી રીતે ઘટે ? અને અસત અર્થ જ્ઞાનને જનક ન હોય તો જ્ઞાનથી તેનું ગ્રહણ કેમ થાય ?
નયાયિક – ત્યાં અમે ઉત્તર આપેલો જ છે કે રજતસદશ પદાર્થના દર્શનથી જાગેલ મૃતિએ ઉપસ્થિત કરેલ રજતનું અહીં (વિપરીત ખ્યાતિમાં) જ્ઞાન થાય છે. વળી, પશુને જેમ દોરડે બાંધી નજીક લાવવામાં આવે છે તેમ આ અર્થને ઉપસ્થિત કરવામાં આવતા નથી, પરંતુ હૃદયમાં ( મનમાં) સ્કુરેલા અર્થને બહાર ભાસ થાય છે, પરંતુ આટલા માત્રથી જ આ વિપરીતખ્યાતિ આત્મખ્યાતિ કે અસખ્યાતિ છે એમ કહેવું ન જોઈએ. તિ આત્મખ્યાતિ નથી કારણ કે વિજ્ઞાનથી વિસ્તુના] વિખુટાપણાની, અલગપણની પ્રતીતિ થાય છે. [અર્થાત્ વિજ્ઞાનથી અલગ બાહ્ય વિષયની પ્રતીતિ થાય છે.] [ અસખ્યાતિ નથી કારણ કે અત્યન્ત અસત્ અર્થનું જ્ઞાન થતું જ નથી.
અથવા, પિતાના આકારને ઢાંકી બીજાને આકાર ધારણ કરનારી છીપ જ અહીં [વિપરીત ખ્યાતિમાં] ગૃહીત થાય છે, તે જ બ્રાન્તપ્રતીતિ વિષય છે] એવો બીજો વિકલ્પ છે.
126.ननूक्तं कृत्यासीतावत् किमिदं वेशभाषापरिवर्तनम् ? कथं च रजतज्ञाने शुक्तिकाऽवभासितुमर्हतीति ! श्रुतमिदं नाटकं, न तु वयमत्रोपहासपात्रम् । शुक्तिकेति वस्तुस्थितिः, एषा कथ्यते पुरोऽवस्थितं धर्मिमात्रम् । भास्वररूपादिसादृश्योपजनितरजतविशेषस्मरणमत्र प्रतिभातीति ब्रूमः, यदेतत्पुरः किमपि वर्तते तद् रजतमित्यनुभवात् । वस्तुस्थित्या तु
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org