________________
૩૦. પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર ज्ञानमाद्यमविद्यमानेऽपि पयसि पृषदीधितिषु प्रवर्तकं दृष्टमिति न भवति विस्रम्भभूमिः। इदं पुनरर्थक्रियासंवेदनमम्बुमध्यवर्तिनः पानावगाहनादिविषयमुदेतीत्यनवधारितव्यभिचारितया तत्प्रामाण्यनिश्चयाय कल्पते इति । तदसत्, स्वप्ने पानावगाहनस्यापि व्यभिचारोपलब्धेः । किञ्च चरमधातुविसर्गोऽपि स्वप्ने सीमन्तिनीमन्तरेण भवतीति महानेष व्यभिचारः। अथ रागोद्रेकनिमित्तत्वेन पित्तादिधातुविकृतिनिबन्धनत्वेन वा तद्विसर्गस्य न स्वसाधनव्यभिचार इत्युच्यते, तदसमञ्जसम्, असकृदनुभूतयुवतिपरिरम्भाद्यन्वयव्यतिरेकानुविधायित्वेन तत्कार्यत्वावधारणात् ।
तस्मादर्थक्रियाज्ञानव्यभिचारावधारणात् । तत्प्रामाण्यपरीक्षायामनवस्था न शाम्यति ।। अथवाऽऽसफलत्वेन किं तत्प्रामाण्यचिन्तया ।
प्रथमेऽपि प्रवृत्तत्वात् किं तत्प्रामाण्यचिन्तया ? ॥ 41. જે અર્થક્રિયાજ્ઞાન સાથેના સંવાદને કારણે પ્રથમ પ્રવર્તક જ્ઞાનનું પ્રામાણ્ય ઈચ્છતા હો તે [ એ પ્રશ્ન ઊભું થાય કે] જેના પોતાના પ્રામાણ્યને નિશ્ચય થયે નથી એ અર્ધ ક્રિયાજ્ઞાન પ્રથમ જ્ઞાનના પ્રામાયને નિશ્ચય કેવી રીતે કરાવે ? વળી, પ્રથને જ્ઞાનથી અર્થ ક્રિયાજ્ઞાનની વિશેષતા શી છે કે જેથી એને આધારે પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ? અર્થઝિયાજ્ઞાનત્વ જ એની વિશેષતા છે એમ જે કહે તે–અર્થાત કેટલીય વાર પાણી ન હોય ત્યારે થતું પ્રથમ જલજ્ઞાન સૂર્યકિરણોમાં પ્રવર્તક બનતું દેખાય છે એટલે તેના ઉપર વિશ્વાસ મૂકી ન શકાય, જ્યારે આ અર્થક્રિયાજ્ઞાન તે છે પાણીમાં પડેલા માણસને પાન, સ્નાન, વગેરે વિશેનું જે જ્ઞાન થાય છે તે, પરિણામે આ અર્થયાજ્ઞાન નિશ્ચિતપણે વ્યભિચારરહિત હોવાને કારણે પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય કરાવવા સમર્થ છે એમ જ કહો તે-તે ખોટું છે કારણ કે સ્વપ્નમાં પણ પાન, સ્નાનનું જે અર્થ ક્રિયાજ્ઞાન થાય છે તેમાંય વ્યભિચાર સંભવે છે. વળી, સુંદરી વિના સ્વપ્નમાં વીર્યપાત થાય છે એ હકીકત પણ અર્થ ક્રિયાજ્ઞાનમાં મોટે વ્યભિચારોષ સંભવે છે એને નિર્દેશ કરે છે. જે કહે કે અત્યંત કામરાગને લીધે કે પિત્ત વગેરે ધાતુની વિકૃતિને લીધે વીર્યોત્સર્ગ થતો હોઈ, [ સ્વપ્નમાં ] વીર્યોત્સર્ગ પિતાના હેતુ વિના થતા નથી [ અર્થાત સ્વપ્નમાં થતું વીર્યોત્સર્ગનું અર્થક્રિયાજ્ઞાન વ્યભિચારી નથી ] તે એ બરાબર નથી કારણ કે અનેક વાર અનુભવેલા યુવતી સાથેના આશ્લેષ વગેરેની સાથે વીર્યોત્સર્ગને અન્વયવ્યતિરેક હોઈને વીર્યોત્સર્ગ તેનું કાર્ય છે એવો નિશ્ચય [ આપણને સૌને ] છે. તેથી, અર્થ ક્રિયાજ્ઞાનમાં પણ વ્યભિચાર દેષ અવતો નિશ્ચિતપણે જાણો હેઈ, તેના પ્રામાણ્યની પરીક્ષા પણ કરવી જોઈએ અને તેના પ્રામાણ્યની પરીક્ષા કરવા જતાં અનવસ્થાદેષ દૂર થત નથી. [ અર્થાત્ જે અનવસ્થાદેશ સંવાદના પ્રથમ વિકલ્પની ચર્ચા વખતે દર્શાવ્યો હતો તે અ લવસ્થાદેષ એમને એમ રહેશે, દૂર નહિ થાય.] અર્થ ક્રિયાની (=પાન, સ્નાન, વગેરે ફળની) પ્રાપ્તિ પછી અર્થ ક્રિયાજ્ઞાનના પ્રામાણ્યની વિચારણાની શી જરૂર છે ? [–આવો પ્રશ્ન જે પૂછશો તે અમે સામે પૂછીશું કે] પ્રથમ જ્ઞાન પણ પ્રવર્તક બનતું હોઈ [પ્રવૃત્તિ પછી] તેના પ્રામાણ્યને વિચાર કરવાની શી જરૂર છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org