________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વત–પરતઃ વિચાર चक्रकक्रकचपातः-प्रवृत्तौ सत्यां कार्यपरिशुद्धिग्रहणं, कार्यपरिशुद्धिग्रहणात् कारणगुणावगतिः, कारणगुणावगतेः प्रामाण्यनिश्चयः, प्रामाण्यनिश्चयात् प्रवृत्तिरिति ।
37. જ્ઞાન પોતાના પ્રામાણ્યના નિશ્ચયજ્ઞાનની ઉત્પત્તિમાં પણ કોઈની અપેક્ષા રાખતું નથી, કારણ કે અપેક્ષણયને જ અસંભવ છે. તે અસંભવ આ પ્રમાણે છે–જ્ઞાનને પ્રામાણ્યના નિશ્ચયની ઉત્પત્તિ જ્ઞાનના કારણના ગુણના જ્ઞાનને લીધે થાય છે કે જ્ઞાનનું કેઈ બાધક નથી એવા જ્ઞાનને લીધે થાય છે કે [બાહ્ય અર્થ સાથે જ્ઞાનના સંવાદને લીધે થાય છે ? જ્ઞાનના કારણના ગુણને જ્ઞાનને લીધે તે નહિ, કારણ કે કારણના ગુણોને નિરાસ તે હમણું જ અમે કરી ગયા. વળી, જ્ઞાનના કારણને ગુણેનું જ્ઞાન ઇન્દ્રિયરૂપ કરણ દ્વારા ન થાય કારણ કે ગુણો અતીન્દ્રિય કારકમાં રહેતા હોઈ પરોક્ષ છે. અહીં કેઈ કહી શકે કે ઉપલબ્ધિ (જ્ઞાન) નામના કાર્યની યથાર્થતા ઉપરથી ઉપલબ્ધિના કારણના ગુણનું અનુમાન થાય છે; અને પ્રમાતા પ્રવૃત્તિ ન કરે તો તેને જ્ઞાનની યથાર્થતાનું જ્ઞાન થતું નથી. પરંતુ એને અમારે જણાવવું જોઈએ કે તમારી વાત બરાબર નથી. અમે તમને પૂછીએ છીએ કે જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય થયા પછી તે નિશ્ચયને પરિણામે પ્રવૃત્તિ થાય છે કે અન્યથા ? જે જ્ઞાનના પ્રામાણ્યો નિશ્ચય થયા વિના જ જ્ઞાનને લીધે પ્રવૃત્તિ ઘટતી હોય તે પ્રવૃત્તિ પછી જ્ઞાનના પ્રામાણ્યો નિશ્ચયની જરૂર જ કયાં રહી ? જે જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય થયા પછી તેને પરિણામે પ્રવૃત્તિ થાય છે એમ માનશે તે ચકકદષનું આવી પડવું ખાળી શકાશે નહિ–પ્રવૃત્તિને પરિણામે જ્ઞાનની યથાર્થતાનું ગ્રહણ, જ્ઞાનની યથાર્થતાના ગ્રહણને કારણે જ્ઞાનના જનક કારણના ગુણનું જ્ઞાન, કારણગુણના જ્ઞાનના કારણે પ્રામાણ્યો નિશ્ચય અને પ્રમાણ્વનિશ્ચયને લીધે પ્રવૃત્તિ.
38. नापि बाधकाभावपरिच्छेदात् प्रामाण्यनिश्चयः । स हि तात्कालिको वा स्यात् कालान्तरभावी वा ? तात्कालिको न पर्याप्तः प्रामाण्यपरिनिश्चये । कूटकार्षापणादौ किञ्चित्कालमनुत्पन्नबाधकेऽपि कालान्तरे तदुत्पाददर्शनात् । सर्वदा तदभावस्तु नासर्वज्ञस्य गोचरः ॥
38. જ્ઞાનના પ્રામાણ્યના નિશ્ચયની ઉત્પત્તિ એ જ્ઞાનનું કઈ બાધક જ્ઞાન નથી એવા જ્ઞાનને લીધે પણ થતી નથી. બાધક જ્ઞાન નથી એવું જે જ્ઞાન પ્રામાણ્યના નિશ્ચયનું જનક છે તે કેવળ તાત્કાલિક (વર્તમાનવિષયક) છે કે કાલાન્તરભાવી (=ભૂત ભવિષ્યવિષયક) પણ છે? [ અર્થાત, વર્તમાનમાં તેનું બાધક જ્ઞાન નથી એ જ્ઞાન પ્રામાણ્યના નિશ્ચયનું જનક છે કે ત્રણેય કાળમાં તેનું બાધક જ્ઞાન નથી એ જ્ઞાન પ્રામાણ્યના નિશ્ચયનું જનક છે ?] બાધક જ્ઞાન નથી એવું જે તાત્કાલિક (=વર્તમાનવિષયક) જ્ઞાન છે તે જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય જન્માવવામાં પર્યાપ્ત નથી કારણ કે બેટે સિકકે વગેરેની બાબતમાં કેટલેક વખત બાધક જ્ઞાન જન્મતું ન દેવા છતાં કાલાન્તરે (=ભવિષ્યમાં) તે તેની ઉત્પત્તિ થતી જણાય છે. [ અમુક જ્ઞાનનું ] બાધક જ્ઞાન સર્વદા નથી એવું જ્ઞાન તે અસવંશને થતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org