________________
શબ્દ અને અનુમાનને વિષયભેદ
नेन तस्य कथं साम्यसम्भावना । पदस्य तु सम्बन्धाधिगमसापेक्षत्वे सत्यपि सामग्रीभेदाद् विषयभेदाच्चानुमानाद्भिन्नत्वम् । विषयस्तावद्विसदृश एव पद लिङ्गयोः । . तद्वन्मानं पदस्यार्थ इति च स्थापयिष्यते । अनुमानं तु वाक्यार्थविषयम्-'अत्राग्निः,' 'अग्निमान् पर्वतः' इति ततः प्रतिपत्तेः । उक्तं च तत्र धर्मविशिष्टो धर्मी साध्य इति ।
9. નિયાયિક – આ બાબતમાં અમે [આમ] કહીએ છીએ. શબ્દના બે પ્રકાર છેપદાત્મક શબ્દ અને વાક્યાત્મક શબ્દ. એ બેમાં વાક્ય, [વાક્ય અને વાજ્યાર્થિને] સંબંધ જેણે જાણ્યું નથી તેને જ વાક્યર્થનું જ્ઞાન કરાવવા સમર્થ છે, કારણ કે નવા રચેલા સ્લેકને સાંભળતાં જ પદોનો અર્થ જાણનારાઓને વાક્યના અર્થનું જ્ઞાન થતું દેખાય છે. તેથી, સંબંધનું જ્ઞાન જેના વ્યાપારના મૂળમાં છે એવા અનુમાનની સાથે શબ્દની (=વાક્યાત્મક શબ્દની) સમાનતા કયાંથી સંભવે.?
પદ [પદાર્થનું જ્ઞાન કરાવવામાં] પદ અને પદાર્થના સંબંધના જ્ઞાનની અપેક્ષા રાખતું. હોવા છતાં અનુમાનની કારણસામગ્રીથી અને અનુમાનના વિષયથી તેની કારણસામગ્રી અને તેને વિષય ભિન્ન હોઈ, તે અનુમાનથી ભિન્ન છે. પદ અને અનુમાનને વિષય વિસદશ છે. પદને અર્થ કેવળ તવત્ (= જાતિમત્) છે એની સ્થાપના [પાંચમા આહ્નિકમાં] કરવાના છીએ. પરંતુ અનુમાનને વિષય વાક્યર્થ છે–અહીં અગ્નિ છે, પર્વત અનિવાળા છે” એવા આકારનું જ્ઞાન અનુમાન દ્વારા થાય છે; કહ્યું પણ છે કે અનુમાનમાં સાધ્ય છે ધમ વિશિષ્ટ ધમી.
10. ननु पदान्यपि वाक्यार्थवृत्तीनि सन्ति – गोमानौपगवः कुम्भकार इति । सत्यम्, किन्तु तेष्वपि साकाङ्क्षताऽस्त्येव, पदान्तरमन्तरेण निराकाङ्क्षप्रत्ययानुत्पादात्, गोमान् कः इत्याकाहाया अनिवृत्तेः । अपि च पर्वतादिविशेष्यप्रतिपत्तिपूर्विका पावकादिविशेषणावगतिर्लिङ्गादुदेति । पदात्तु विशेषणावगतिपूर्विका विशेष्यावगतिरिति विषयभेदः ।
10. શંકાકાર (બૌદ્ધ) – પદે પણ વાક્યર્થ ધરાવતા હોય છે. એવાં પદેનાં ઉદાહરણ છે] ગમાન (ગાયવાળા), ઔપગવ (ઉપગુને પુત્ર), કુંભકાર (કુંભ બનાવનાર)
નૈયાયિક – તમારી વાત સાચી છે. પરંતુ આવાં પદમાં પણ સાકાંક્ષતા હોય છે જ, કારણ કે બીજા પદ વિના તેઓ નિરાકાંક્ષ જ્ઞાન ઉત્પન્ન કરતા નથી. બીજા પદ વિના] “ગેામાન કોણ ?” એ આકાંક્ષા દૂર થતી નથી. લિંગ દ્વારા પર્વતાદિ વિશેષ્યનું જ્ઞાન થાય પછી અગ્નિ આદિ વિશેષણનું જ્ઞાન થાય છે, જયારે પદ દ્વારા, વિશેષણનું જ્ઞાન થાય પછી વિશેષ્યનું જ્ઞાન થાય છે. આ છે તેમને વિષયભેદ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org