________________
શબ્દ અને અનુમાનને વિષયભેદ 11. ननूक्तं यथाऽनुमाने धर्मविशिष्टो धर्मी साध्य एवमिहार्थविशिष्टः शब्दः साध्यो भवतु । मैवम्, शब्दस्य हेतुत्वात् । न च हेतुरेव पक्षो भवितुमर्हति ।
11. શંકાકાર (બૌદ્ધ) - કહ્યું છે કે જેમ અનુમાનમાં ધર્મવિશિષ્ટ ધર્મ સાધ્ય છે તેમ અહીં અર્થવિશિષ્ટ શબ્દ સાધ્ય બને.
તૈયાયિક – એવું ન બને, કારણ કે શબ્દ તે હેતુ છે અને હેતુ પિતે જ પક્ષ (=સાધ્ય) બનવાને લાયક નથી.
12. ननु यथा अग्निमानयं धूमः, धूमवत्त्वात् महानसधूमवदिति । उक्तं च 'सा देशस्याग्नियुक्तस्य, धूमस्यान्यैश्च कल्पिता' इति [ग्लो. वा. अनु. ४८] । एवं गोशब्द एवार्थवत्त्वेन साध्यतां, गोशब्दत्वादिति सामान्यं च हेतूक्रियतामिति ।
12. શંકાકાર (બૌદ્ધ) – [હેતુ પિતે જ સાધ્ય બની શકે] ઉદાહરણર્થ, આ અનિયુક્ત ધુમાડે છે કારણ કે તે ધુમાડે છે, રસોડાના ધુમાડાની જેમ. અને કહ્યું પણ છે કે “સાધ્યપણું અગ્નિયુક્ત દેશમાં છે; કેટલાકે ધુમાડામાં સાધ્યપણું માન્યું છે.” એ જ પ્રમાણે, અર્થવાન ગે” શબ્દને સાધ્ય માને અને “ગશબ્દત્વને કારણે” એમ (ગોશષ્યત્વ) સામાન્ય હેતુ બનાવો.
13. एतदपि दुर्घटम् । शब्दस्य धर्मिणः किमर्थविशिष्टत्वं वा साध्यते प्रत्यायनशक्तिविशिष्टत्वं वा अर्थप्रतीतिविशिष्टत्वं वा ? न तावदर्थविशिष्टत्वं साध्यमू, शैलज्वलनयोरिव शब्दार्थयोः धर्मधर्मिभावाभावात् । अथार्थविषयत्वाच्छन्दस्यार्थविशिष्टतेत्युच्यते तदप्ययुक्तम्, तत्प्रतीतिजननमन्तरेण तद्विषयत्वानुपपत्तेः । प्रतीतौ तु सिद्धायां किं तद्विषयत्वद्वारकेण तद्धर्मत्वेन । यदि तु तद्विषयत्वमूला तद्धर्मित्वपूर्विकाऽर्थप्रतीतिः, अर्थप्रतीतिमूलं तद्विषयत्वम्, तदितरेतराश्रयम् । तस्मान्नार्थવિશિષ્ટ રીન્દ્રઃ સાધ્યઃ |
13. નૈયાયિક-આ પણ દુર્ઘટ છે. ધમી શબ્દનું અર્થથી વિશિષ્ટ હેવું સાધ્ય છે કે (અર્થ) જણાવવાની શક્તિથી વિશિષ્ટ હોવું સાધ્ય છે કે અર્થને જ્ઞાનથી વિશિષ્ટ હેવું સાધ્ય છે ? ધમ શબ્દનું અર્થથી વિશિષ્ટ હેવું સાધ્ય નથી કારણ કે જેમ પર્વત અને અગ્નિ વચ્ચે ધર્મધમર્ભાવ છે તેમ શબ્દ અને અર્થ વચ્ચે ધર્મધમભાવ નથી. અર્થ શબ્દને વિષય હોવાને કારણે શબ્દ અર્થથી વિશિષ્ટ છે એમ જે કહે છે તે પણ રોગ્ય નથી કારણ કે અર્થના જ્ઞાનની ઉત્પત્તિ થયા વિના અર્થ શબ્દને વિષય છે એ ઘટી શકે નહિ, અને અર્થનું જ્ઞાન થઈ જાય પછી એ અર્થશાન દ્વારા અર્થનું શબ્દના ધર્મ હોવાનું શું પ્રયોજન ? જે કહે કે અર્થ પિતાને વિષય હેવાને કારણે અર્થવિશિષ્ટ બનેલે શબ્દ અર્થજ્ઞાનને ઉત્પન્ન કરે છે અને અર્થજ્ઞાનને કારણે અર્થ શબ્દને વિષય હેય છે, તે ઈતરેતરાશ્રયદોષ આવે છે. તેથી, અર્થવિશિષ્ટ શબ્દ સાધ્ય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org