________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સ્વીકારવું, ૪ પ્રતિસેવન એટલે બરાબર પાળવું.
૨ શીલવાન હોય, તેના છ ભેદ છે, ૧ આયતન ધર્મીજનો ને મળવાનું સ્થાન તે સેવે, ૨ પ્રયોજન વિના પરઘરને વિષે પ્રવેશ ન કરે તે, ૩ હંમેશા સાદો વેષ પહેરે તે, ૪ વિકારવાળા વચન ન બોલે તે, ૫ બાળક્રીડા ત્યાગ કરે એટલે મૂર્ખ લોકોને આનંદ થાય એવાં જુગારાદિક કર્મને ત્યાગ કરે, ૬ મીઠાં વચને કામ સિદ્ધ કરે તે.
૩. ગુણવાન હોય, તેનાં પાંચ ભેદ છે- ૧ સ્વાધ્યાયમાં તત્પર, ર ક્રિયાનુષ્ઠાનમાં તત્પર, ૩ વિનયમાં તત્પર, ૪ સર્વ બાબતમાં કદાગ્રહ રહિત, ૫ જિનાગમમાંસચિવંત.
૪ ઋજુવ્યવહાર, સરલપણે ચાલવું તેના ચાર ભેદો છે- ૧ યથાર્થ કહેનાર, ૨ અવાંચક ક્રિયા -લેવડદેવડમાં એક વચની, જૂઠી સાક્ષી પૂરે નહિ તે, ૩ છતાં અપરાધને પ્રકાશ કરનાર, ૪ ચોખ્ખા સત્ય ભાવથી નિષ્કપટ મૈત્રી કરનાર.
૫ ગુરુશુશ્રષા, તેના ચાર ભેદ છે – ૧ શુશ્રષા ગુરૂજનની સેવા કરવી, ૨ કારણ, બીજાને ગુરુમહારાજની સેવામાં પ્રવર્તાવે, ૩ ઔષધ ગુરુને ઔષધાદિ લાવી આપે, ૪ ભાવ, ભાવસહિત ગુરુમહારાજની ભક્તિ કરે.
૬. પ્રવચનકુશલ-તેના છ ભેદ થાય છે-૧ સૂત્રકુશળ, સૂત્રમાં પ્રવીણ હોય, ૨ અર્થકુશળ, અર્થમાં નિપુણ હોય, ૩ ઉત્સર્ગ કુશળ, સામાન્ય કથનમાં હુંશિયાર, ૪ અપવાદ કુશળ, વિશેષ કથનમાં પ્રવીણ હોય, ૫ ભાવનામાં કુશળ, વિધિસહિત ધર્મ કાર્ય કરવામાં તથા અનુષ્ઠાન કરવામાં પ્રવીણ હોય, ૬ વ્યવહાર કુશળ, ગીતાર્થ પુરુષોનાં આચરણમાં કુશળ
હોય.
ભાવશ્રાવક્તાં ભાવગત ૧૭ લક્ષણો ૧. સ્ત્રી, ૨. ઇંદ્રિય, ૩. પૈસો, ૪. સંસાર, ૫. વિષય, ૬. આરંભ, ૭. ઘર, ૮. દર્શન, ૯. ગાડરીયો પ્રવાહ, ૧૦. આગમપુરસવૃત્તિ, ૧૧. યથાશક્તિ દાનાદિપ્રવૃતિ, ૧૨. વિધિ ૧૩. અરક્તદ્વિષ્ટ, ૧૪. મધ્યસ્થ,
(૩૩૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org