SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ (ઉપદેશ એકોતેરમો ) शीलं दुर्गतिनाशनम् ભાવાર્થ શીયલ દુર્ગતિને નાશ કરનાર છે. ૧. બાલ્યાવસ્થામાં જે પ્રચંડ બ્રહ્મચારી થયા, તે નેમિનાથ ભગવાનના ચરણકમળને કોણ ન સેવે ? ૨ ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી તથા રથનેમિ ઉજ્જવળ શીયળ પાળી મુક્ત ગયા, તેને કોણ પીછાણતું નથી ? ૩ જેણે ચાળણીને કાચા સુતરને તાંતણે બાંધી, તે વડે કુવામાંથી પાણી કાઢી ચંપાનગરીના બાર ઉઘાડ્યા. તે સતી સુભદ્રાને તોલે જગતમાં કોણ આવનાર હતું ? ૪ જેણે પોતાનું શીયળ સાચવવા ગાંડાપણું ધારણ કરી, કાદવમાં પોતાના શરીરને રગદોળી, અખંડ શીયલ રાખ્યું તે નર્મદા સુંદરી જગમાં જયવંતી કેમ ન રહે ? ૫ બીનઅપરાધે, રાજાએ વનમાં ત્યજી દીધેલ, કલાવતીએ શીયળના પ્રભાવથી, પોતાના કપાએલા બન્ને હાથને નવપલ્લવિત બનાવ્યા તેથી કોણ અજાણ્યું છે ? ૬ જેણીના શીયળ ખંડન કરવા માટે રાજાએ મોકલાવેલ ચારે પ્રધાનોને ખાડામાં નાખી, પોતાના નિર્મળ શીયળનું રક્ષણ કર્યું તે શીયાવતીના ગુણગ્રામ કરવા ઇંદ્રમહારાજા પણ શક્તિમાનું ક્યાંથી હોય? ૭ પૂર્ણિમાનાં ચંદ્રના સમાન મુખવાળી સતી સુલસા શ્રાવિકાને મહાવીર મહારાજાએ ધર્મલાભ કહેવા રાવ્યો, તે કોને આશ્ચર્ય નહિં કરે? ૮ ચોર અને પલ્લિ પતિએ કદર્થના કર્યા છતાં પણ જેને મનથી પણ શીયળ ખંડન કરવાની ઈચ્છા કરી નથી. આવી મહાપવિત્ર અચ્છકારી ભટ્ટાને કોણ પિછાણતું નથી ? ૯ જે જગમાતા સીતા અખંડ બ્રહ્મચર્યના પ્રતાપે અદ્યાપિ પર્યત ૧૯૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy