________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ દુનિયામાં પોતાના નામને ઝળકાવી રહેલ છે, તેને કોણ જાણતું નથી?
૧૦ હરિહર, બ્રહ્મા, પુરંદર, નરેંદ્ર, નાગેન્દ્રના મદને ગાળી નાખનાર, કામદેવને જેણે લીલામાત્રમાં ચૂર્ણ કરી નાખેલ છે એવા સ્થૂલિભદ્ર મહારાજાને તોલે બીજો કોણ હતો ?
૧૧ કોટી સોનેયા સહિત કન્યાને આપવા માટે ધનાશેઠે મહાત્ પ્રાર્થના કર્યા છતાં પણ ઉપદેશ આપી રૂક્ષમણી કન્યાને દીક્ષા આપી તારી, આના સમાન વજસ્વામી મહારાજનું બીજું શું આશ્ચર્ય હતું ?
૧૨ વિષયની પુતલી કપિલા તથા અભયાને, મહાકદર્થના કર્યા છતાં પણ જેનો રોમ માત્ર ચલાયમાન થયો નથી. આવા સુદર્શન શ્રેષ્ઠીના ગુણો ગાવાનું ઇંદ્રમહારાજનું પણ શું ગજું?
शीलादेव भवन्ति मानवमरुत्संपत्तयः पत्तयः । शीलादेव भुवि भ्रमन्ति शशभृद्धिस्फूर्तयः कीर्यं ॥ शीलादेव पतन्ति पादपुरतः सच्छक्तयः शक्तयः । शीलादेव पुनंतिपाणिपुटकं सर्वर्द्धयः सिद्धयः ॥
ભાવાર્થ : શીયલથી જ દેવતા અને મનુષ્યની ઉત્તમ પ્રકારની સંપત્તિની પ્રાપ્તિ થાય છે, શીયલથી જ ચંદ્રમાના સમાન વિસ્તારવાળી ઉજ્જવલ કીર્તિ જગતને વિષે ફરવાવાળી થાય છે, શીયલથી જ ચરણકમલમાં સારી શક્તિવાળી, શક્તિઓ આવીને પડે છે, કિંબહુના ? શીયલથી જ ઉત્તમ પ્રકારની ઋદ્ધિસિદ્ધિ સર્વથા પ્રકારે કરકમલમાં પ્રાપ્ત થઇ, હસ્તકમલને પવિત્ર કરે છે.
(ઉપદેશ બોંતેરમો)
तपो दुःकर्मनाशाय ભાવાર્થ : તપ દુષ્ટ કર્મનો નાશ કરે છે.
૧. બારમાસ સુધી પ્રબળ તપવડે પ્રચંડ પાપકર્મો બાળ્યા તે આદિનાથ પ્રભુ ભક્તજનોનું કલ્યાણ કરો.
૨. બાર માસ સુધી બાહુબળીજીએ, આહારપાણી ત્યાગ કરી,
૧૯૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org