SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ આ પ્રમાણે પંદર કર્માદાન છે તે તેનો ત્યાગ કરવો, ૧. સંયુક્ત અધિકરણતા, ૨. ઉપભોગ અતિરિક્તતા, ૩ અતિવાચાલતા, ૪. કૌકુચ્ય અને ૫. કંદર્પ ચેષ્ટા, એ પાંચ અતિચાર અનર્થદડવિરમણ નામના આઠમા વ્રતના છે. ૧. મનથી. ૨. વચનથી. ૩ કાયાથી દુષ્ટ પ્રણિધાન. ૪. અનાદર અને ૫. સ્મૃતિનું અનુસ્થાપન, એ પાંચ અતિચાર સામાયિક વ્રતના છે. ૧. શ્રેષ્ઠ પ્રયોગ. ૨ આનયન પ્રયોગ. ૩ પુગળનો પ્રક્ષેપ. ૪ શબ્દાનુપાત. ૫ અને રૂપાનુપાત, એ પાંચ અતિચારો દેશાવગાશિક વ્રતના છે. ૧ સંથારાદિક. ૨ બરાબર જોયા વિના. ૩ પ્રમાયા વિના લેવા મૂકવા ૪ તથા અનાદર પ અને સ્મૃતિનું અનુસ્થાપન એ પાંચ અતિચાર પૌષધ વ્રતના છે. ૧. સચિત્તની ઉપર મૂકી દેવું. ૨ સચિત્તવડે કરી ઢાંકવું. ૩ કાળનું ઉલ્લંઘન કરી આમંત્રણ કરવા જવું. ૪ મત્સર રાખવો, અને પ વ્યપદેશ કરવો, એ પાંચ અતિચાર અતિથિ સંવિભાગના છે. એ ઉપરોક્ત કહેલા અતિચારોને ટાળનારો અને શુદ્ધ વ્રતોને પાળનારો શ્રાવક પણ, શુદ્ધ આત્મા પણ, અનુક્રમે ભવબંધનથી મુક્ત થઈ જાય છે. (ઉપદેશ એક્સઠમો) સંસાર દુઃખોની ખાણ અહો ! અહો ! લાખો યોનિરૂપી મહાઘુમરીઓમાં પડવાના કલેશથી, ભયંકર એવા આ સંસારરૂપી સમુદ્રને ધિક્કાર છે, ઇંદ્રજાળ અને સ્વપ્રજાળની પેઠે, આ સંસારને વિષે ક્ષણવાર જોવામાં આવતાં, અને ક્ષણવારમાં નાશપામતાં પદાર્થોથી સર્વે જંતુઓ મોહ પામે છે, એ કેવી ખેદકારક વાત છે, યૌવન રૂપી પવને કંપાવેલા પતાકાના છેડાની ૧૭૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy