SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૧. સચિત્ત ભક્ષણ ૨. સચિત્તના સંબંધવાળા પદાર્થનું ભક્ષણ તુચ્છ ઔષધીનું ભક્ષણ. ૪ અપકવ વસ્તુનો પ તથા દુઃપકવ વસ્તુનો આહારએ પાંચ અતિચાર ભોગોપભોગ પ્રમાણ નામના સાતમા વ્રતના છે, અને તે અતિચારો ભોજન આશ્રિ ત્યાગ કરવાના છે. બીજા પંદર કર્મથી ત્યાગ કરવાના છે, તેમાં ખરકર્મનો ત્યાગ કરવો તે ખરકમ પંદર પ્રકારના કર્માદાન રૂપ છે, તે નીચે પ્રમાણે છે. ૧ અંગારજીવિકા. ૨ વનજીવિકા. ૩ શકટજીવિકા. ૪ ભાટકજીવિકા. ૫ સ્ફોટકજીવિકા. ૬ દંતવાણિજ્ય. ૭ લક્ષવાણિય. ૮ રસવાણિજય ૯ કેશવાણિજય. ૧૦ વિષવાણિજ્ય. ૧૧ યંત્ર પીડા ૧૨ નિલંછન. કર્મ, ૧૩ અસતીપોષણ. ૧૪ દવદાન. ૧૫ સરશોષણ એ પંદર પ્રકારના કર્માદાન કહેવાય છે. ૧ અંગારની ભઠી કરવી, કુંભાર, લુવાર, સુવર્ણકારપણુ કરવું અને ચૂનો ઇંટો પકાવવા. એ કામો કરી જે આજીવિકા ચલાવવી તે અંગારજીવિકા કહેવાય છે. ૨. છેકેલા અને વગર છેદેલા, વનના પુષ્પ ફળોને લાવી વેચવા, અને અનાજને દળવું, ખાંડવું, એ વિગેરે કામો કરીને આજીવિકા ચલાવવી તે વનજીવિકા કહેવાય છે. ૩. શકટ તે ગાડા, અને તેના પૈડા, ધરી વિગેરે અંગો ઘડવા, ખડવા અને વેચવા, એથી જે આજીવિકા ચલાવવી તે શકટ જીવિકા કહેવાય છે. ૪.ગાડા, બળદ, પાડા, ઉંટ, ખર, ખચ્ચર, ઘોડા વિગેરે ભાડે આપી, ભાર વહન કરાવીને તેના વડે જે આજીવિકા કરવી તે ભાટકજીવિકા છે, ૫. સરોવર, કુવા વિગેરેને ખોદવા, શિલા પાષાણને ઘડવા, એમ પૃથ્વી સંબંધી જે કાંઈ આરંભ કરવા અને તે વડે કરી આજીવિકા કરવી તે સ્ફોટક જીવિકા કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy