SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ગમન કરવા લાયક એવા મરુદેશમાં અજ્ઞાની એવો કોણ માણસ પ્રમાદ કરે ? અર્થાત્ કોઈ જ નહિ. અનેક જીવાયોનિરૂપ આવર્તાવડે કરી આકુલ એવા આ સંસારસમુદ્રમાં, અટન કરતા પ્રાણીઓને, ઉત્તમ રત્નના પેઠે, મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો બહુ જ દુર્લભ છે. દોહદ પૂરવાથી જેમ વૃક્ષ ફળ યુક્ત થાય છે તેમજ પરલોકનું સાધન કરવાથી પ્રાણીઓનો મનુષ્ય જન્મ સફળ થાય છે ' આ સંસારમાં શઠ લોકોની વાણીની પેઠે પ્રથમ મધુર, અને પરિણામે અત્યંત દારૂણ એવા વિષયો વિશ્વને ઠગનારા છે. ઘણી જ ઊંચાઈનો અંત જેમ પડવા માટે જ થાય છે, તેમજ આ સંસારની અંદર વર્તતા, સર્વ પદાર્થોના સંયોગનો અંત વિયોગમાં જ છે. જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય ને શું ? તેમ આ સંસારમાં પ્રાણિઓના યૌવન, આયુષ્ય, ધન એ સર્વે નાશવંત છે, તેમજ જવાની ત્રાવાળા છે. મરુદેશની ભૂમિને વિષે જેમ સ્વાદિષ્ટ પાણી મળી શકતું નથી,તેમજ આ સંસારની ચારે ગતિને વિષે કદાપિ કાળે સુખ પણ હોતું નથી. ક્ષેત્રદોષથી કલેશ પામેલા અને પરમાધામીઓએ કદર્થના કરેલા એવા નારકીના જીવોને સુખનો લવલેશ માત્ર ક્યાંથી હોય ? શીત, વાત, આતપ અને પાણીથી તેમજ વધ, બંધન, અકન, દોહન, નાથન, મારણ, ક્ષુધા, તૃષા વિગેરેથી વિવિધ પ્રકારની પીડા પામેલા તિર્યંચોને પણ સુખ શું છે ? ગર્ભાવાસ, આધિ, વ્યાધિ, ને ઉપાધિ, દુઃખ દ્રારિદ્રય અને દૌર્ભાગ્ય તેમજ જન્મ, જરા અને મૃત્યુથી ઉત્પન્ન થતા દુઃખોવડે કરી, આલિંગિત ભાવને પામેલા મનુષ્યનો પણ સુખનો ગંધમાત્ર ક્યાં છે ? પરસ્પર મત્સર, અમર્ષ, કલેશ તેમજ ચ્યવન વિગેરેના દુઃખોથી બળી રહેલા દેવતાઓને પણ સુખનો લેશમાત્ર નથી, તથાપિ જળ જેમ નીચી (૧૫૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy