________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કેવલ સમક્તિધારી અવિરતિ શ્રાવક સમક્તિથી પણ બારમે દેવલોકે જાય છે એટલે બન્ને બારમે દેવલોકે જાય છે.
આસાલિયો સંમૂચ્છિમ પંચંદ્રિ તિર્યંચ કહ્યો છે.
પાંચે ઈંદ્રિયોનો જઘન્ય વિષય અંગુલના અસંખ્યાતમાભાગનો અને ઉત્કૃષ્ટશ્રોસેંદ્રિય બાર જોજન, ચક્ષુ ઈંદ્રિયનો લાખ જોજનથી અધિક, પ્રાણેન્દ્રિયનો નવ જોજન અને સ્પર્શેન્દ્રિયનો નવ જોજન કહેલ છે. પન્નવણા સૂત્રે ૧૧ મે પદે.
સ્ત્રી અનુત્તરવિમાન સુધી જાય છે. ઈતિ પન્નવણા ૧૩ મે પદે.
પુષ્કરવરદ્વીપને વિષે વસતા મનુષ્યો એકવીશ લાખ ચોત્રીસ હજાર પાંચશો છત્રીશ યોજન ઉગતો સૂર્ય દેખે. સૂર્ય પણ એટલો પ્રકાશ કરે. પન્નવણા પંદરમા પદે
પન્નવણા સૂત્ર બારમે પદે તિર્યંચો વૈક્રિયશરીર કરે તો બેથી માંડીને નવ સુધી કરે.
સ્ત્રી કેવલીસમુદ્રઘાત કરે છે. પન્નવણા સૂત્ર
જીવ ઉપજે ત્યારે પ્રથમ કાર્મહયોગથી આહાર લે, ત્યારબાદ જેટલા વખત સુધી શરીર નીપજે નહિ ત્યાં સુધી દારિક, મિશ્ર તથા વૈક્રિયમિશ્રયોગે આહારને ગ્રહણ કરે .
ચક્રવર્તીનું સ્ત્રીરત્ન સાતમી નરકમૃથ્વીથી ૧,તેઉકાયથી ૨,વાઉકાયથી ૩, અણુત્તરોવવાઈદેવલોકથી ૪, અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય તથા તિર્યંચથી ૫ એ પાંચ વર્જીને બીજા તમામ દંડકથી આવીને ઉપજે.
વિદ્યાધર તિર્થો નંદીશ્વરદીપ સુધી જાય છે. પન્નવણા એકવીશમે પદે
કેવલી સમુદ્રઘાત કરવાવાળા સમકાલે ઉત્કૃષ્ટા નવશે હોય છે. પન્નવણા છત્રીશમે પદે
- ૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org