________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કર્મ પ્રકૃત્યાખ્યત્રયોવિંશતિતમપદપર્યંત
मानुषी तु सप्तनरकपृथ्वी योग्यमायुर्न
बध्नाति,अनुत्तरसुरायुस्तु बध्नाति ॥ મનુષ્યની સ્ત્રી સાતમી નરક પૃથ્વીનું આયુષ્ય બાંધે નહિ અને અનુત્તર દેવનું આયુષ્ય તો બાંધે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિને વિષે નેમિનાથ તથા રાજુમતીના પૂર્વભવના અધિકારને વિષે કહેલું છે.
પ્રજ્ઞાપના સૂત્રવૃત્તિ ત્યારબાદ ધન અને ધનવતી ,ચારિત્રનું પ્રતિપાલન કરીને અપરાજિત વિમાને ધન ત્રિદશ (દેવતા) થયો અને ધનવતી પણ દેવપણે ઉત્પન્ન થયેલ છે. ઈત્યાદિ | વિજયચરિત્રને વિષે પણ પ્રદીપપૂજાને અધિકારે કહ્યું છે –
सग्गाओ चविउं, एत्थवि जम्मंमि तुह सही होइ । ततो मरिउं तुमे, सव्वठे दोवि देवत्ति ॥१॥
ભાવાર્થ – સ્વર્ગથી ચ્યવીને તથા આ જન્મને વિષે પણ તારી સ્ત્રી થશે. ત્યાંથી તમો બન્ને જણા મરીને સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે દેવપણું પામશો.
પન્નવણા સૂત્ર કૃતનપુંસક નપુંસકકેવલી કેવલીસમુદઘાત કરે છે. કેવલીસમુદઘાત કર્યા પછી અંતર્મુહૂર્ત જીવે છે.
કુંથુઆની જીભ બેથી નવ આંગુલની હોય. આંગુલ તેના જ જાણવા.
દ્રવ્યમન રૂપી, અને ભાવમન અરૂપી, કહેવાય. બાર વ્રતધારી દેશવિરતિ શ્રાવક પાંચમે ગુણસ્થાને વર્તતો અને
૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org