________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ભગવતી સૂત્રે.
હે ગૌતમ ! ત્રણ પ્રકારે આરાધના છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઉત્કૃષ્ટ આરાધનાથી તે ભવે મુકિત જાય. જઘન્ય આરાધનાથી સાત આઠ ભવને અતિક્રમણ ન કરે. ભગવતી સૂત્રો
હે ભગવન્ ! બ્રહ્મચર્યધારી સાધુને અપ્રાસુક, અનેષણીય આહારપાણી આપનારો શું ફલ પામે છે ? હે ગૌતમ ! સાધુને અપ્રાસુક અન્નપાન આપનારો પણ બહુકર્મની નિર્જરા કરે છે તેમજ પાપ થોડું બાંધે છે. ભગવતી સૂત્રે.
વિગ્રહગતિમાં વર્તતા જીવને પણ દરેક સમયે આઠ કર્મમાં સાત સમયે કર્મબંધ હોય, આયુષ્યનો બંધ ન હોય, કારણ કે રાણ પર્યામિપૂરી થયા પછી જ આયુષ્ય નો બંધ પડે.
સ્ત્રીને પૂર્વધરલબ્ધિ અને આહારલબ્ધિનો નિષેધ છે.
જયંતી શ્રાવિકાના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જાગતા જીવને ધર્મીષ્ટ કહ્યા છે. ભગવતી સૂત્રે.
શંખ પુષ્કલી શ્રાવકનો અધિકાર પૈષધાદિક સંબંધી છે ઈર્યા વિહિ પડિકમ્યા પછી મુહપત્તિ પડિલેહી પૌષધ ઉચરવો . આવશ્યક ચૂર્ણિ તથા વિચારચૂલિકાને વિષે પણ એમ જ કહેલ છે.
અતિમુકતક કુમારનું વૃત્તાંત છે, અંતગડ સૂત્રોમાં પણ ભગવતીમાં કહ્યા પ્રમાણે છે. અણુત્તરોવવાઈ સૂરમાં તો જાદવ કુળમાં થયેલા અતિમુકતક મુનિનું વૃતાંત છે.
ગ્લાનની ભક્તિ કરવાનું મહાન પૂન્ય કહેલ છે. ભગવતી સૂત્ર
મહાબલકુમારનું વર્ણન વિસ્તારથી છે. ભગવતી સૂત્ર ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું કે હે ભગવન્! જે માણસ અગ્નિ વધારે સળગાવે તેને વધારે પાપ ? કે પાણી ધૂળ વડે અગ્નિને શાંત કરે તેને વધારે પાપ ?
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org