________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ભગવાને કહાં હે ગૌતમ ! જે અનિને વધારે તે કિલષ્ટ કર્મ વધારે બાંધે અને જે બુજાવે તે અકિલષ્ટકર એટલે ઘણા હલકા કર્મ બાંધે, માટે શ્રાવકોએ. દાવાનલાદિક મૂકવા સંબંધી પાપ ન કરવું ભગવતી સૂત્રે.
શ્રાવકને પંદર કર્માદાનના ધંધા માટે સર્વથા નિષેધ કરેલ છે ભગવતી સૂત્રે.
જેમ મેરૂ પર્વત ભરત ક્ષેત્રથી ઉત્તરમાં છે, કારણ કે સૂર્યચાર, ઉદય અસ્તની અપેક્ષાએ જાણવો. ભગવતી સૂત્રે.
તિર્યકર્જુભક દેવો વ્યંતરની નિકાય મળે છે. ધનકુબેર ભંડારીના સેવકો છે. ભગવતી સૂત્રે.
કોઈ ચક્રવર્તી પદ ભોગવી મરીને વળી ચક્રવર્તી પદ પામે તો જઘન્યથી એક સાગરોપમનું અંતર હોય અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તનનું અંતર કહેલું છે.
નવકારમાં પહેલા પદના પાઠ ત્રણ અને અર્થ સાત કહેલ છે ભગવતી સૂત્રે.
લોકાંતિક દેવતાના વિમાન અસંખ્યાતા યોજન શત સહસ્ત્ર છે. ભગવતી સૂત્રે.
કરેલ નપુંસક મોક્ષે જાય પણ જન્મનપુસંક મોક્ષે ન જાય ભગવતી સૂત્રે.
અસચ્ચાકેવલી એક સમયે ઉત્કૃષ્ટા દસ સિદ્ધિ પામે છે. ભગવતી સૂત્ર.
જિનપૂજા કરવાના તથા આરતિ ઉતારવાના દસ્કતો પંચમાંગ ભગવતી ચૂર્ણને વિષે છે.
જ્ઞાતાસૂત્રે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાન પાસે ધર્મ સાંભળી, પ્રતિબોધ
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org