________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સર્વવિરતિની અપેક્ષાએ કહેલ છે. ભગવતી સૂત્રે.
તામલિ તાપસે સમકિત સહિત જો તપ કરેલ હોત તો મુકિત જાત, પણ તેમ નહિ કરવાથી સાઠ હજાર વર્ષ તપ કરવા છતાં પણ ફળને પામેલ છે. જો કે ઈશાનઈદ્રપણું પામેલ છે પરંતુ મુકિતની અપેક્ષાએ અલ્પ ફળ કહેલ છે.
| તેર પ્રકારના અંતર કહેલ છે. તે કારણે મુનિ કંખા કરે તો કંપા મોહનીય કર્મ બાંધે માટે જિનવચનમાં શંકા કરવી નહી. શબ્દનો અર્થ મિથ્યાત્વમોહની થાય છે. ભગવતી સૂત્રે.
જિનકલ્પી સાધુ જિનકલ્પીપણું ધારણ કરી એકાવતારી થાય છે. ભગવતી સૂત્રે.
સાતમા દેવલોકના દેવોએ મહાવીરસ્વામીને ભાવથી વંદન કરી મનથી પ્રશ્ન કર્યો તેથી પ્રભુએ ઉત્તર આપ્યો કે મારા સાતસો શિષ્યો મોક્ષે જશે તે વખતે ગીતમાદિક મુનિઓએ આશ્ચર્ય પામી પ્રભુને પ્રશ્ન કર્યો કે દેવોએ બાહ્ય વિનય કેમ ન કર્યો, તેથી પ્રભુએ ખુલાસો કર્યો કે તેઓએ આંતરભકિતથી પ્રશ્ન કરેલ છે,
આઠમ ચાદશ પૂર્ણિમા અમાવાસ્યા વિગેરે પર્વને વિષે વિશેષ પરિપૂર્ણ પોષધને સમ્યક પ્રકારે પાળતા થકા જ ઘણા જ શીલાદિ વ્રત એટલે પાંચ અણું વ્રત, ત્રણ ગુણ વ્રત, ચાર શિક્ષાવ્રત એટલે બાર અવ્રતથી વિરામ પામતાં પ્રત્યાખ્યાન પૈષધ ઉપવાસાદિક વડે કરી આત્માને તે ભાવનાવૃદ્ધિમાં પ્રેરણા કરતા શાંત ચિત્તે વિચરે છે. ભગવતી સૂત્રે.
હિંસાથી અંગુલના અસંખ્યાતમા ભાગના દેહવાળા મસ્યો પણ મરીને સાતમી નરકે જાય છે. ભગવતી સૂત્રે.
કેવલજ્ઞાની પણ ગમનાગમનથી તથા નેત્રના ચલાવવા વિગેરેથી ઘણા જીવોનો ઘાત કરે છે, પણ માત્ર યોગ વડે જ બંધ હોવાથી પ્રથમ સમયે બાંધે છે. બીજે સમયે વેદે છે અને ત્રીજે સમયે નિર્જરે છે. M૨૪
~
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org