________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ત્રીજી રહી , અઢાર હજાર મુનિને વંદન કર્યાથી તેનું જેમ ફર્યું તેમ ચારે ગતિનો ફેરફાર થાય પણ એટલું વિષેશ કે દેવલોકનું ફરીને મનુષ્યનું ન થાય તેમજ નરક ફીટીને બીજી ત્રણ ગતિનુ ન થાય . જે ગતિ હોય તેનો ફેરફાર થાય.
ઈતિ ભગવતી ટીકાયામ્ નવપૂર્વની ત્રીજી વસ્તુ સુધી ભણ્યા હોય તેઓ પરિહારવિશુદ્ધિ સંયમ આદરે, નવ જણ ગચ્છમાંથી નીકળે તેમા ચાર જણા છ માસ સુધી તપસ્યા કરે અને ચાર જણા તેની વૈયાવચ્ચ કરે અને એકને ગુરૂ થાપે. છ માસે તપસ્યા કરી રહે. ત્યારે વૈયાવચ્ચવાળા છ માસ સુધી તપસ્યા કરે . પછી ગુરૂ છ માસ સુધી તપશ્ચર્યા કરે અને બીજા આઠમાંથી એકને ગુરૂ સ્થાપે ને સાત જણા વૈયાવચ્ચ કરે . એવી રીતે અઢાર માસ સુધી તપશ્ચર્યા કરે તેનું નામ પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય.
જયાં જિનપ્રતિમા હોય ત્યાં આહાર, નિહાર, હાસ્યાદિક ક્રિડા સ્ત્રી સાથે મૈથુન સેવતા આશાતના થાય છે, માટે મનુષ્યોએ તેનો ત્યાગ કરવા; કારણ કે સુધર્મા સભાને વિષે થાંભલા છે. તેમાં પુસ્તકો તથા દાઢાઓ હોવાથી સૌધર્મેદ્ર ઈંદ્રાણી સાથે હાસ્યાદિક પણ કરતો નથી. ભગવતી સૂત્રે.
પ્રાયશ્ચિત લેવાના ભાવ છે પણ રસ્તામાં જ કાળ કરે તો આરાધક કહેલ છે. દષ્ટાંત તરીકે મુનિને ગોચરીમાં કાંઈ દોષ લાગેલ હોય તે ગુરુમહારાજ પાસે જઈ આલોવવાના ભાવ છે પણ રસ્તામાં કાળ કરે તો આરાધક કહેલ છે.
છઠ્ઠા આરામાં પણ કોઈ કોઈ મનુષ્યો સમ્યકત્વને ઉપાર્જન કરશે તે વખતે ધાન્યની ઉત્પત્તિ થશે. તેઓનું ભોજન કરવાથી તે મનુષ્યો સ્વર્ગમાં પણ જશે. અને માંસાહારી દુર્ગતિમાં જશે. પાંચમાં આરાને છેડે જે ધર્મનો નાશ કહેવામાં આવેલ છે તે દેશવિરતિ અને
૨૩
ભાગ-૭ ફમ-૫ Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org