________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સુધી ચૌદમું રાજ. એ પ્રમાણે આગમમાં કહેલ છે.
ભગવતી બારમા શતકે મહાવિદેહ ક્ષેત્રે દિનરાત્રી માન સરખાં હોય છે. તથા છે. રૂતુઓ સદાય હોય છે. ભૂતકાળથી ભવિષ્યકાળ અનંતગણો વધારે કહેલ છે.
ભગવતી અઢારમા શતકે કેવલીને ધ્યાન આવશ્યકાદિક હોય નહિ.
ભગવતી અઢારમે શતકે આઠમે ઉદ્દેશ અધો અવધિક કોઈ પરમાણુ જાણે પણ દેખે નહિ. પરમાવધિવાળો દેખે છે.
ભગવતી બાવીશમે શતકે નાળિયેરનું આયુષ્ય બેથી નવ વર્ષનું કહેલ છે.
દેવતાની ઉત્પત્તિ વૃક્ષના મૂળમાં ન થાય પણ બીજે પત્ર, પ્રવાલે, પુષ્પ, ફળ, પ્રશસ્ત વર્ણ રસ ગંધ યુકત વૃક્ષને વિષ થાય છે.
ઈતિ ભગવતી બાવીશમે શતકે પ્રથમ ઉદેશે સંખ્યાતા વર્ષના આયુષ્ય વાળા યુગલીયા તથા તિર્યંચો દેવલોકને વિષે ઉત્પન્ન થાય છે. પરંતુ અસંખ્યાતા નહિ. ભગવતી સુગે. નરકથી નીકળેલ જીવ સંશી થાય, પરંતુ અસંજ્ઞી નહિ.
ઈતિ ભગવતી ચોવીશમે શતકે બીજે ઉદેશે નરકથી નીકળી સંખ્યાતા તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળો
૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org