________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૬. કુશિલિયાને પડિકક્કમે તો ઉપવાસ આવે. ૭. પોરિસિ ભણાવ્યા પહેલા સૂવે તો ઉપવાસ આવે. ૮.દિવસે સૂવે તો ઉપવાસ આવે.
૯. વસ્તી અણપવેશે આદેશ માગ્યા વિના સઝાય ન કરેતો ચોથ ભક્ત આવે.
૧૦. સંઘને ખમાવ્યા પછી જો વળી પડિક્કમે તો ઉઠામણ કરે. ૧૧. અવિધિએ પડિલેહણ કરે તો ઉપવાસ આવે. ૧૨.નિત્ય પડિલેહણ ન કરે તો ઉપવાસ આવે. ૧૩. અપડિલેહ્યાં વસ્ત્ર પાત્ર વાપરે તો ઉઠામણ ફરી કરે. ૧૪.કાજો અણઉદ્ધર્યે પડિકમણું કરે તો ઉઠામણ આવે.
૧૫. ઈરિયાવહી આવ્યા છતાં પડિકમ્યા વિના બેસે તો ચોથ ભક્ત આવે.
સાધુમર્યાદા. ૧. સાધુ ૧૪ ઉપકરણ રાખે. શ્રી આચારાંગજી તથા નિશીથસૂત્રે.
૨. સાધુ ગૃહસ્થને ઘરે વસ્ત્ર પાત્ર ન મૂકે . આચારાંગજી તથા ઉત્તરાધ્યયન ૬ કે અધ્યયને.
૩. સાધુ ગૃહસ્થને ભરોસે પીઠ ફલકાદિ ઉપકરણ મૂકી ૧૦૦ હાથ ઉપરાંત ગૃહસ્થને. ઘરે ગોચરી ન જાય . આચારાંગજી તથા ઉત્તરાધ્યયને.
૪. સાધુ ત્રણ પડ ઉપરાંત ઓઢે નહિ. આચારાંગ સૂત્રે
૫. સાધુ જે ગૃહસ્થ બોલાવવા આવે તેને ઘરે ગોચરી ન જાય.આચારાંગ, ઉત્તરાધ્યયન તેમજ નિશીથ સૂત્રે.
૬.સાધુ ગૃહસ્થને વંદાવવા ન જાય તેને તેડાવે નહિ. સૂયગડાંગ સૂત્ર
૭. સાધુ પડિહારુ ભંડોપકરણ ભોગવે નહિ. સૂયગડાંગસૂત્રે.
૮. સાધું ગૃહસ્થ તથા અન્ય તીર્થીના સાથે વિહાર ન કરે. ઉત્તરાધ્યયન તથા આચારાંગ દ્વિતીય શ્રુતસ્કંધે.
M૨૦૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org