________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સમ્યકત્વદ્રષ્ટિ ચારિત્રિયા નિપજાવે તે કેમ?
૭૩. ભગવતી સૂત્રે, પાંચમે શતકે, ચોથે ઉદેશે, ઉંઘતો થકો સાત કર્મ બાંધે છે, એમ કહેલું છે, અને ઉત્તરાધ્યયને ૨૬ મેં અધ્યયને, ત્રીજે પહોરે, રાત્રિએ નિદ્રા કરે એમ કહેલ છે, તે કેમ?
૭૪. ઉત્તરાધ્યયન સૂત્રે, ૧૯ મે અધ્યયને કહ્યું છે કે, માંસ પોતાના જ શરીરમાંથી ખવરાવ્યું, અને જીવાભિગમ સૂત્રે, એમ કહ્યું છે કે, દેવતા અસંઘયણી કહ્યા છે, તો સંઘયણ વિના માંસ ક્યાંથી તે કેમ?
૭૫. પન્નવણા સૂત્ર, બીજે પદે દિલ્લેણ સંઘયણેણં,એમ કહ્યું છે, અને જીવાભિગમ સૂત્રે એમ કહ્યું છે કે દેવતા અસંઘયણી હોય છે તે કેમ?
૭૬.ભગવતી સૂત્રે પાંચમો શતકે ૮ મે ઉદેશે સંમૂચ્છિક મનુષ્યોને ૪૮ મુહૂર્ત અવસ્થિત કાળ કહેલ છે, અને પન્નવણા સૂત્રમાં ૨૪ મુહૂર્તના ઉત્કૃષ્ટવિરહકાળ કહેલ છે એટલે કોઈ ઉપજે નહી, અને ચવે પણ નહિ, અને ભગવતી સૂત્રને લેખે, ૨૪ મુહૂર્તમાં ઉપજે, એટલો વચ્ચે એમ અવસ્થિત કાળ કહ્યો તે અંતરમુહૂર્તમાં આઉખાવાળાને કેમ ઘટે?
૭૭.ભગવતી તથા સમવાયંગે, શક્રસ્તવનેપાઠ ફેર કેમ?
૭૮. ઠાણાંગ સૂત્રે, ત્રીજે ઠાણે, પ્રથમ ઉદેશે, પાંચમે દેવલોક, કૃષ્ણ નીલ રક્ત, એ ત્રણ વર્ણ કહ્યા છે, અને જીવાભિગમ સૂત્રે, લોહિત, પિત, શુકલ,કહેલ છે, તે કેમ?
૭૯.પન્નવણા સૂત્રે પ્રથમપદે, પુદ્ગલના પ૩૦ ભેદ થાય છે ને ઉત્તરાધ્યયન સૂત્રે ૪૮૨ થાય છે તે કેમ ?
૮૦.પન્નવણા સૂત્રે ૨૦ મે પદે, કિલ્વિષિયાને, જઘન્યથી સૌધર્મ, અને ઉત્કૃષ્ટતાથી લાંતકે જાય એમ કહેલ છે, અને ભગવતી સૂત્રે, કિલ્વિષિયાને , જઘન્યથી, ભવનપતિમાં અને ઉત્કૃષ્ટતાથી લાંતકે જાય, એમ કહેલ છે, તે કેમ?
૮૧. કલ્પસૂત્ર, સંદરણા કરતાં વીર પ્રભુ ન જાણે. ને આચારંગ સૂત્રે કહ્યું છે કે, સંદરણા કરતાં જાણે કે કેમ? ૮૨.આચારાંગસૂત્રે કહ્યું કે પ્રથમ દેવતાને ધર્મ કહે. પછી મનુષ્ય
૨૦૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org