________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૬૬.એમજ આવતી ઉત્સર્પિણીયે સાતમે ઠાણે, સાત થશે, અને દશમે ઠાણે દસ થશે, તે કેમ ?
૬૭. જીવાભિગમ સૂત્રે, સૌધર્મ, ઈશાન દેવલોક બરાબર કહ્યા છે, અને ભગવતી ત્રીજે શતકે, પ્રથમ ઉદેશે, સૌધર્મથી ઈશાન લગાર ઉંચું કહેલ છે, તે કેમ ?
9
૬૮. ભગવતીસૂત્રે, ત્રીજે શતકે,બીજે ઉદ્દેશે, અસુરકુમારનો તિરછો વિષય અસંખ્યાતા દ્વિપ સમુદ્રનો કહ્યો છે, નંદીશ્વર લગી ગયાને જશે, એમ કહ્યું છે, તથા બીજે શતકે, અને સાતમે ઉદ્દેશે, ચમરાની સુધર્મા સભા પુછી સિંહા કહ્યું કે મેરૂપર્વતથી દક્ષિણ દિશે, તિરચ્છા અસંખ્યાતા, દ્વિપ સમુદ્ર ઉલ્લંઘન કરીને સિંહા અરૂણવર દ્વિપની બાહિરની વેદીકાથી, અરૂણોદયીસમુદ્રમાં, ૪૨ હજાર યોજન તિગિછકુડ નામે, ઉત્પાત પર્વત આવે ઈત્યાદિ એહમાં અસંખ્યાતા દ્વિપ સમુદ્ર ઓળંગીએ,સિંહા આવે, તે કેમ ?
૬૯.ભગવતી પ્રથમ શતકે, બીજે ઉદ્દેશે, સમ્યદ્રષ્ટિ નારકીને, મહાવેદના કહી છ, અને ભગવતી શતક ૧૮ મેં ૫ મે ઉદેશે, સમક્તિ નારકીને અલ્પ વેદના કહી છે, તે કેમ ?
૭૦. અંતગડ સૂત્ર,કૃષ્ણને, નેમનાથે બારમો અમમ નામનો તીર્થંકર થઈશ, એમ કહેલું છે, અને સમવાયંગને વિષે ૨૪ તીર્થંકરના પૂર્વ ભવોના ૨૪ નામો કહ્યા છે, તેમાં ૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ, ૩. ઉદયન, ઈત્યાદિ ગણતા. કૃષ્ણ વાસુદેવ ૧૩ અમમ કહેલ છે, તે કેમ ? ૭૧.ભગવતી સૂત્રે, આઠમે શતકે નવમે ઉદેશે, પંચેંદ્રિય તિર્યંચ મનુષ્યને, વિકુર્વણાકાળ અંતરમુહૂર્તનો કહ્યો છે, અને જીવાભિગમે ચાર મુહૂર્તનો કહ્યો, તે કેમ ?
૭૨. ભગવતી સૂત્રે, આઠમે શતકે, દશમે ઉદેશે, જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનાવાળો જીવ ત્રીજે ભવે મોક્ષે જાય, એમ કહેલ છે અગર સાત આઠ ભવતો ઉલ્લંઘન કરે નહિ, ભગવતી ૧૨ મે શતકે, ૯ મે ઉદેશે, નરદેવનું આંતરૂ જઘન્યથી સાગરોપમ ઝાઝેરૂ કહ્યું છે, અને ઉત્કૃષ્ટતાથી, અપાર્ધ પુદગલ પરાવર્તન હોય, નરદેવપણું તો
Jain Education International
૨૦૩
For Personal & Private Use Only
www.jainelibrary.org