________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ તપને પારણે સૌનૈયાની વૃષ્ટિની હાનિ,૪૧. સતીગ્નિની હાનિ, ૪૨. બ્રહ્મચારીને અગ્નિ જળ ન થાય તે હાનિ, ૪૩. સાક્ષાત્ દેવદર્શન થાય તે હાનિ, ૪૪. અગંધન કુલના સર્પની હાનિ,૪૫. કુત્રિકા પણ (દેવદુકાનની) હાનિ,૪૬. કોટીધ્વજ કોટ્યાધિપતીની હાનિ,૪૭. અર્ધ ચંદ્રબાણની હાનિ, ૪૮. અગંધન કર્યુટ સર્પની હાનિ, ૪૯. એકલ વિહારી સાધુની હાનિ, પ૦. સંમૂચ્છિમ અશ્વગજની હાનિ, ૫૧, કાષ્ટ્રમાં પક્ષકારક કીલીકાની હાનિ, પ૨. સુવર્ણ પુરૂષની હાનિ, પ૩. રસકૂપિકાની હાનિ, ૫૪. રસ સિદ્ધિકારક ઔષધિની હાનિ, ૫૫. બોતેર કલા શીખવાની હાનિ, પ૬. રૂપ પલટાવા વિદ્યાની હાનિ, ૫૭. સ્વંયવર મંડપની હાનિ, ૫૮. રાજાને હજાર રાણીની હાનિ, ૫૯. પમિણી સ્ત્રિની હાનિ, ૬૦. પ્રાય:સાધુને અંતઃપુરમાં પ્રવેશ કરવાની હાનિ,૬૧. સાધુને વનવાસ વસવાની હાનિ, ૬૨. ઉત્તમ સાચા સ્વપ્રની હાનિ, ૬૩. તપસ્વીને લબ્ધિની હાનિ, ૬૪. રાક્ષસી મનુષ્યની હાનિ, ૬૫. સારા સાર્થવાહની હાનિ.
સિંહ કેસરીયા લાડુ સ્વરૂપ ૬૪ પ્રકારના કુસુમના રસ, ૮૪ પ્રકારના રાજ દ્રવ્યો ૧૬ પ્રકારનાસુગંધી વાસ પદાર્થો, આ સર્વેને એકત્ર કરવાથી સિંહ કેસેરીયા લાડુ બને છે.
સુપાર્શ્વનાથના મસ્તકે ફણ સંબંધી સુપાર્શ્વનાથ મહારાજના મસ્તક ઉપર પાંચ ફણા દેખાય છે. તેનું કારણ એ છે કે સુપાર્શ્વનાથ મહારાજ જયારે વડલા હેઠે કાઉસગ્ન ધ્યાને રહ્યા, ત્યારે વંદન કરવા માટે આવેલા ધરણેદ્ર ભગવાનના મસ્તક ઉપર ચકલાની ચરક પડતી દેખીને તેની રક્ષા માટે પાંચ આંગળીયો વાળો પોતાનો હાથ ભગવાનના મસ્તક ઉપર ધારણ કર્યો તેથી પાંચ ફણા દેખાય છે લોકોએ પણ તેમજ દેખવાથી પાંચ ફણા
૧૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org