________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે. એવી રીતે ચારે મેરુ ૮૫૦૦૦ થયા. ચાર મેરુની ચૂલિકા નથી, ચાર ચાર શિલા અને છ છ સિહાસનો એક એક મેરુ દીઠ છે. - તેની પહોળાઈ બતાવે છે.ચારે મેરુ મૂલમાં ૯૫00 યોજન પહોળા છે, ત્યાંથી સમભૂતલ ૯૪૦૦ યોજન પહોળું છે. ત્યાંથી ૯૨૫૦ યોજન નંદનવન પહોળુ છે, ત્યાંથી ૩૮00 યોજન પહોળું સૌમ્યસવન છે, ત્યાંથી ૧૦૦૦ હજાર યોજન પહોળુ પંડકવન છે. એ પ્રમાણે મેરુનો વિચાર કહ્યો.
મહાવીરસ્વામીના માસખમણો મહાવીરસ્વામીનો જીવ ૨૫ મે ભવે નંદનઋષિ થયા. તેમણે એક લાખ વર્ષના દીક્ષા પર્યાયમાં ૧૧ લાખ, ૮૦ હજાર, ૬૪૫ મા ખમણ અને ઉપર પાંચ દિવસ કર્યા છે.
લાખ વર્ષને ૩૬૬ થી ગુણતાં ૩૬૬૦૨૦૦૦૦ દિવસો થાય છે. તેમાં માસખમણના દિવસો ૩૦ અને એક દિવસ પારણાનો એવી રીતે એકત્રીશે ભાંગતા ઉપરની સંખ્યા જેટલા ઉપરલી સંખ્યા જેટલા માસખમણો થાય છે. જેટલા દિવસો પારણાના તેટલા માસખમણો જાણવા. ઈતિ. મહાવીર મહારાજાના ૭૨ વર્ષના આયુષ્યની ગણત્રી સૂત્રે
ભગવાન મહાવીર મહારાજાનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું. તેમાં અશાઢ શુદિ છઠને દિવસે ચ્યવન, આસો વદિ અમાવાસ્યા એ મુક્તિ તેથી ચ્યવનના દિવસથી મુક્તિના દિવસ સુધીમાં સકલ દિવસો ગણતા ૭૨ વર્ષ ઉપર ૪ માસ વધે છે.
ચૈત્ર શુદિ ૧૩ તેરસે મહાવીરસ્વામીનો જન્મ તો તે દિવસથી માંડીને પ્રતિદિન ગણતાં મુક્તિ સુધીમાં સાડા એકોતેર વર્ષથી કાઈક અધિક થાય છે તો પૂર્ણ ૭૨ વર્ષ કેવી રીતે થઈ શકે? તે ૭૨ વર્ષ પૂર્ણ કરવાને માટે નીચે મુજબ આમ્નાય છે, તે તિથિપત્રને વિષે
(૧૩૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org