SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ બતાવે છે. દરવર્ષે પંદર ઘડી અધિક અધિક ગણતાં ૧૧દિવસ વધે, તે જ પ્રકારે વર્ષ વર્ષ પ્રત્યે નવ દિવસો બાદ કરતા સવા બે દિવસ રહ્યા તેને ૭ર ગુણતા ૫ માસ અને ૧૨ દિવસ થાય. આ સર્વેને એકત્ર કરવાથી ૭૨ વર્ષ પૂરા થાય પણ આના અંદર એટલું તો વિશેષ છે કે જન્મદિવસથી આરંભીને મુક્તિના દિવસ સુધી ગણવાથી ૭૨ પૂરા થાય. પછી તત્વ તો ભગવાન શ્રી સીમંધરસ્વામી મહારાજા જાણે. સમવાયાંગ સૂત્રે તો ૭૨ વર્ષથી કાઈક અધિક વર્ષનું આયુષ્ય કહેલું છે. પટ્ટાવલી સારોદ્ધારમાં કહ્યું છે કે દરેક વર્ષમાં બે દિવસ બે ઘડી, બે પલ વધે છે. એવી રીતે વધારાનો ગુણાકાર ૭૨ વર્ષે ૧૪૭ દિવસો અધિક વધે છે. તેને અંદર ભેળવવાથી સંપૂર્ણ ૭૨ વર્ષ થાય છે. મહાવીરસ્વામીના જીવ ચક્રવર્તિ સંબંધી નરકથી તથા દેવગતિથી આવીને ચક્રવર્તિ થાય છે, પણ મનુષ્યથી આવીને ચક્રવર્તિ થતો નથી કારણ કે મહાવીરસ્વામીનો જીવ પ્રિય મિત્ર નામે ચક્રવર્તી થયેલ છે. તે આશ્ચર્યમાં ગણેલ છે, કારણ કે આ ભરતક્ષેત્રમાં જેમ દસ આશ્ચર્ય ગણેલ છે. તેમ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને વિષે પણ કોઈ કાળે આશ્ચર્ય ઉત્પન્ન થાય છે તેથી આશ્ચર્યમાં ગણેલ છે. લોકપ્રકાશે તથા આવશ્યકનિયુક્તિમાં મહાવીર સ્વામીનો જીવ મનુષ્યગતિમાંથી આવીને ચક્રવર્તિ થયેલ છે, એમ કહેલું છે. શ્રી દેવભદ્રકૃત મહાવીરચરિત્રને વિષે કહેલું છે કે - એકદા ભવોને વિષે પરિભ્રમણ કરતો મહાવીરસ્વામીનો જીવ રથપુરનગરને વિષે પ્રિય મિત્ર નામનો રાજા થયો તેને વિમલા નામની રાણી હતી. તેનો પુત્ર વિમલશ્રી નામનો થયો. સમગ્ર કલાકુશળ ૧૩૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy