________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સંખડી કહેવાય છે. સેનપ્રશ્ન પત્ર ૨૨ મે. - સામાયિક લઈ ખમાસમણું દઈ, મુહપત્તિ પડિલેહી, પછી વાંદણા દઈ, પચ્ચખાણ કરી, પ્રતિક્રમણ શરૂ કરે સેનપ્રશ્ન
મધમાખણ અને મદિરાને વિષે અસંખ્યાતા બેઇંદ્રિય જીવો ઉત્પન્ન થાય છે અને માંસને વિષે બાદર નિગોદરૂપ એકેંદ્રિય જીવો તથા બેઈદ્રિયો ઉત્પન્ન થાય છે પરંતુ મનુષ્યના માંસને વિષે એકેંદ્રિયો બાદર નિગોદરૂપ તથા બેઈદ્રિયો અને સંમૂચ્છિમ મનુષ્ય પંચંદ્રિયો ઉત્પન્ન થાય છે. સેનપ્રશ્ન પત્ર ૨૭ મે,
ઉજેણી વખતે વસ્ત્ર ઓઢવાનો અધિકાર છે. ઈતિ સેનપ્રશ્ન તથા વૃંદારૂવૃત્ત.
સચિત્તના ત્યાગવાળાને રાત્રિએ કદાપિ પાણી પીવું પડે તો ઉકાળેલું જ પીવે. કાચું ન પીવે સેનપ્રશ્ન પત્ર ૪૫ મે
રાત્રિ બે ઘડી બાકી રહે ત્યારે પૌષધ લે તો તે મૂળ વિધિ છે અને પૌષધ મોડો લે તે અપવાદ ગણવામાં આવે છે. સેનપ્રશ્ન પત્ર ૮૦ મે.
સાધુથી ગાઢ કારણ સિવાય ગૃહસ્થને ઘરે આહારપાણી વાપરી શકાય નહિ. સેનપ્રશ્ન પત્ર ૬૦ મે.
તપચિંતાણિના કાઉસ્સગમાં પચ્ચખાણ ચિંતવી કોઈના આગ્રહથી બીજાં પચ્ચખાણ કરે તો ભંગદોષ લાગતો નથી. સેનપ્રશ્ન પત્ર ૨૯ મે.
પૌષધવાળો શ્રાવક કપૂર વાસક્ષે પાદિકથી કલ્પસૂત્રાદિક શાસ્ત્રોની પૂજાકરે નહિ અને શ્રાવિકાઓ પૌષધમાં ગહુંલી કરે નહિ, કારણ કે દ્રવ્ય સ્તવનરૂપ હોવાથી પૌષધમાં મનાઈ છે. સેનપ્રશ્ન પત્ર ૬૪ મે.
વર્તમાનકાળમાં આ ભરતક્ષેત્ર અવધિજ્ઞાન અને જાતિસ્મરણજ્ઞાનનો નિષેધ કરેલ નથી. સેનપ્રશ્ન પત્ર ૬૮ મે.
૯૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org