________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ રાત્રિ સુધી કરી શકે ઈતિ હરિપ્રશ્ન પરા ૭૨ થી ૭૩ સુધી.
જિનપ્રતિમાને નિરંતર ચડાવાતા આભૂષણો નિર્માલ્ય ગણાતા નથી તેનું કારણ એ છે કે – મોરાવિનષ્ટ દ્રવ્ય નિર્માચમ્ ભોગના અંદર આવી વિનષ્ટ થયેલું દ્રવ્ય નિર્માલ્ય ગણાય, પરંતુ આભરણોને ભોગ વિનષ્ટપણું નહિ હોવાથી નિર્માલ્યતા ગણાય નહિ. - જિનેશ્વર મહારાજના મંદિરને વિષે રાત્રિને વિષે નાટારંભાદિક કરવાનો નિષેધ કરેલ છે. જે માટે કહેલું છે કેरात्रौ न नन्दिर्न बलिप्रतिष्ठे, न मज्जनं न भ्रमणं रथस्य । न स्त्रिप्रवेशो न च लास्य लीला, साधुप्रवेशो न तदत्र चैत्यम् ॥१॥
ભાવાર્થ- જિનચૈત્યને વિષે રાત્રિને વિષે નન્દીની ક્રીયા ન થાય તથા બલિ તેમજ પ્રતિષ્ઠા ન કરાવી શકાય, તેમ જ સ્નાન ન થાય તથા રાત્રીમાં રથયાત્રા ન કઢાવી શકાય તથા સ્ત્રીનો પ્રવેશ ન જોઈએ, તથા નાટકાદિકની લીલા ન કરાવી શકાય સ્ત્રીઓથી રાસડા ન લઈ શકાય તેમજ સાધુનો પ્રવેશ પણ રાત્રિએ જિનમંદીરમાં થઈ શકે નહિ. સબબ ઉપરની બાબતમાંથી એક પણ જિનમંદિરમાં રાત્રિએ બની શકે નહિ.કિંચ કોઈ દિવસ તીર્થાદિકના અંદર જે નાટ્યાદીક કરવામા આવે છે તે કારણાદિક જાણવું. ઈતિ હરિપ્રશ્ન ૧૭ મે પત્રે.
એળના જીવને ભ્રમરીએ સેવતા તેનો જીવ ચ્યવી જઈ, ભમરીરૂપે ઉત્પન્ન થાય છે.
સાધુ સાધ્વીયોને પણ પાણી ગાળીનેજ વાપરવું જોઈએ. ઉપરોકત તમામ હીર પ્રશ્નમાં છે.
સેનપ્રશ્ન કાળવેળાએ સર્વેને નિર્યુક્તિ, ભાષ્યાદિક વિગેરેને ભણવાનો નિષેધ આચારપ્રદીપને વિષે કહેલ છે. સેનપ્રશ્ન પત્ર ૨૨ મે. ત્રીશથી ચાલીશ માણસનો સમુદાય જ્યાં જમતો હોય ત્યાં
M૮૯)
૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org