________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ચૈત્ર તથા આસો માસની ઓળીમાં કરેલો તપ ૭-૮-૯ એ ત્રણ દિવસમાં કરેલો તપ ગણત્રીમાં ન ગણાય પણ રોહિણી વિગેરે તેવા પ્રકારના તપ સંબંધવાળા હોવાથી ગણત્રીમાં આવે છે. સેનપ્રશ્ન પત્ર ૬૮ મે.
જે દેશને વિષે સૂતકવાળા ઘરને વિષે બ્રાહ્મણો ન જાય તેટલા દિવસો સૂતકવાળાને ઘરે સાધુ વહોરવા ન જાય એવો વૃદ્ધપરંપરાનો વ્યવહાર છે. સેનપ્રશ્ન પત્ર ૬૮ મે.
ચોવિહારવાળાને સ્ત્રી બાલકના હોઠનું ચુંબન કરતા પચ્ચખાણ ભાંગે છે એમ શ્રાદ્ધવિધિમાં કહેલ છે. સેનપ્રશ્ન પત્ર ૭૦ મે.
- સૂક્ષ્મ નિગોદથી નીકળેલો જીવ ફરીથી પણ સૂક્ષ્મ નિગોદમાં જાય છે. સેનપ્રશ્ન પત્ર ૭૬ મે.
પૌષધશાળાને વિષે ભોજન કરવાનું પંચાશકચૂર્ણિમાં તથા શ્રાદ્ધપ્રતિક્રમણચૂર્ણિમાં ઈત્યાદિક ગ્રંથોને વિષે કહેલું છે. સેનપ્રશ્ન પત્ર ૮૪ મે.
શ્રાવકોને દેવદ્રવ્ય વ્યાજે પણ રાખવાની મનાઈ છે તેમજ કોઈ પણ ઉપયોગમાં લેવાની પણ મનાઈ છે. સેનપ્રશ્ન પર ૮૮ મે.
અવધિજ્ઞાની તથા મન:પર્યવજ્ઞાની અનંતા ભવો કરે એવું ભગવતી સૂત્રના ૮ મા શતકે બીજે ઉદેશે કહેલ છે. સેનપ્રશ્ન પત્ર ૮૯ મે.
સ્ત્રી પરમાત્માની પૂજા યુવાવસ્થાને વિષે પણ કરે તેવું દ્રોપદીના અધિકારે જ્ઞાતાધર્મકથામાં કહેલ છે. સેનપ્રશ્ન પત્ર ૯૧ મે
પૌષધમાં ભિક્ષુક વિગેરેને દાન દેવું ન કહ્યું, પણ કારણાંતરથી આપે તો નિષેધ દેખેલ નથી. સેનપ્રશ્ન પત્ર ૯૪ મે.
સાધુઓને વસ્ત્રોને થીગડા દેવા કહ્યું નહિ છતાં થીગડું દે તો દોષ લાગે. કારણે ત્રણથી વધારે ન દે, દે તો દોષ લાગે, ઈતિ નિશીથ સૂત્રના પ્રથમ ઉદેશ થીગડા દેનારને પ્રાયશ્ચિત કહેલ છે. સેનપ્રશ્ન પત્ર
(૯૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org