________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
ચતિજિતકલ્પવૃત્તો સાધુને નખ રાખવાની મનાઈ છે, કારણ કે રાખવાથી અનેક દુ:ખો ઉભા થાય છે, માટે નખ ઉતારવાથી દોષ નથી.
જીતલ્પવૃત્તો સ્યાનદ્ધિ નિદ્રાનો ઉદય થાય ત્યારે અતિ સંકિલષ્ટ પરિણામથી દિવસે જોયેલા અર્થને ઉંઘમાં ને ઉંઘમાં ઉઠીને સાધે છે, અને તેને વાસુદેવથી અર્ધબળ હોય છે, ને નિદ્રાનો વિયોગ હોય ત્યારે પણ તે મનુષ્યમાં બીજા પુરુષોથી ત્રણગણું કે ચારગણું બળ હોય છે. આ નિદ્રા નરકગામી જીવોને હોય છે.
- ત્રણ પહોરથી વધારે રાખેલ કાલાતિક્રાંતમ્ અને અર્ધ યોજનથી લાવેલું કે અર્ધયોજન લઈ જવામાં આવેલું અધ્વાતિક્રાંતમ્ એ બે વિવેકી સાધુઓને કલ્પ નહિ.
કર્મગ્રંથચૂર્ણો સ્યાનદ્ધિ નિદ્રાનું વ્યાખ્યાન છે. તેટલું બળ વજઋષભનારાચસંઘયણની અપેક્ષાએ સમજવું. કર્મગ્રંથની વૃત્તિમાં તો વર્તમાનકાળ ના યુવાનોથી આઠગણું બળ કહેલ છે.
જીવાનુશાસનવૃત્તો મોહના પ્રભાવથી અનંતા શ્રુતકેવળીયો પણ પૂર્વગત શ્રતને ભૂલી જઈ મૃત્યુ પામી અનંતકાયમાં ગયેલા અને રહેલા છે.
મહાભાષ્ય સ્યાનદ્ધિ નિદ્રાના ઘણાં દષ્ટાંતો કહેલા છે, ૨૩૪ મી ગાથામાં દષ્ટાંતો છે, સ્વાદ્ધિ નિદ્રાના બીજા પણ દષ્ટાંતો નિશીથ સૂત્રે પણ કહેલા છે. ગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org