________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
કર્મગ્રંથ વૃત્ત.
જાતિસ્મરણવાળો સંખ્યાતા ભવ દેખે તેમ કહેલ છે. આચારાંગ સૂત્રમાં પણ તેમજ કહેલ છે.
સ્યાનદ્ધિ નિદ્રાની પૂર્વકથિત વ્યાખ્યા કર્મગ્રંથની ચૂર્ણિમાં કહેલી છે, તેટલું બળ તો વજ ઋષભનારાચસંઘયણની અપેક્ષાએ સમજવું, સિવાય વર્તમાન કાળમાં તો યુવાનોથી આઠગણું હોય. કર્મગ્રંથવૃત્ત.
અપ્રમત્તગુણસ્થાને વર્તતી એવી સાધ્વીને મન-પર્યવ નાણ પણ થાય. ષડશીતિ કર્મગ્રંથે
મમ્મપયડી કર્મના સંબંધમાં અપવર્તનાદિક આઠ કરણ કહેલા છે, તે સર્વકરણ અનિકાચિત કર્મમાં જ પ્રવર્તે છે, અને નિકાચિત કર્મમાં તો તેનું ફળ ઉદય આવ્યાથી પ્રાયે કરીને ભોગવવું જ પડે છે. નિકાચિત અને અનિકાચિતમાં એટલો ફેર છે.
એક સ્થિતિસ્થાનકમાં અધ્યવસાય અસંખ્યાતા કહ્યા છે. તીવ્ર, તીવ્રતર,મંદ મંદતર.
પાક્ષિક સૂત્રવૃત્તિ કૃષ્ણ લેશ્યાએ નરકગતિ, નીલલેશ્યાયે સ્થાવર, કાપોતલેશ્યાએ તિર્યંચ, તેજલેશ્યાયે માનુષ્ય,પદ્મ લેશ્યાયે દેવ, શુકલેશ્યાયે નિર્વાણ. ઉપદેશપ્રાસાદે પણ એમજ કહેલ છે.
સાત હાથના શરીરવાળા સાધુ યંત્રપ્રયોગથી મુક્તિ પામે તો તેની અવગાહના બટનીશ અંગુલની હોય છે; વધારે નહિ પ્રવચનસારોદ્ધારને વિષે પણ એમજ કહેલ છે.
સામાયિક બેઠા બેઠા લે તથા પ્રતિક્રમણ બેઠા બેઠા કરે તો એક આંબેલનું પ્રાયશ્ચિત આવે. શ્રાદ્ધજિત કલ્પ.
૮૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org