________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
પણ આટલું પણ સમજતા નથી કે રાત્રિએ સ્વાધ્યાય ન થાય. મહાનિશીથ સૂત્રે ઉપધાનસંબંધી
જેમ સાધુઓને યોગના વહન કર્યા વિના સૂત્રાદિક વાંચવા ભણવા ન કલ્પે તેમ શ્રાવકોને પણ ઉપધાન કર્યા વિના નમસ્કારાદિ સૂત્રો ભણવા ગણવા કલ્પે નહિ,છતાં પણ ઉપરોક્ત બન્ને નિષેધ કર્યા છતાં પણ ભણે ગણે તો શુદ્ધ કહેવાય નહિ માટે ઉપરોક્ત બન્નેને અવશ્ય આરાધવા કહ્યું છે કે
-
અકાલ અવિનય અબહુમાન અનુપધાન અષ્ટવિધજ્ઞાન કુશીલોને વિષે અનુપધાન કુશીલને મહાદોષ કહેલ છે.
ઉપધાન
ગીતમસ્વામી મહાવીર મહારાજાને પૂછે છે કે -હે ભગવન્ શા માટે ઉપધાન તપ કરે? ભગવાને કહ્યું કે -હે ગૈાતમ ? બોધિબીજના લાભની સુલભતાને માટે કરે, માટે સાધુઓને યોગ કરવા, અને શ્રાવકોએ અવશ્ય ઉપધાન કરવા.દશવૈકાલિકનિર્યુક્ત્યા પણ કાલે વિણએ બહુમાણે ઉવહાણે ત્યાં પણ શ્રાવકોને ઉપધાન કરવાનું કહેલ છે.
ઉપસકદશાંગસૂત્રને વિષે પણ શ્રાવકોના સ્વરૂપના વ્યાખ્યાનના અધિકારમાં ઉપધાન વહન કરવાનું કહેલ છે. વ્યવહાર સૂત્રની વૃત્તિને વિષે પણ શ્રુતને ગ્રહણ કરવાની ઈચ્છા કરનારાઓ ઉપધાન વહન કરે એમ છે.
ઉપધાન વહન કર્યા સિવાય શ્રાવકને કાંઈપણ શ્રુત ગ્રહણ કરી શકાય નહિ, છતાં ઉપધાનની અવહીલના કરનારા અનેક વાર ભવભ્રમણ કરનારા થાય છે, માટે શ્રાવકને પંચ મંગળ મહાશ્રુતનો એક પણ આલાવો આપવો જેથી અનંતા ભવમાં ઉપાર્જન કરેલા
ભાગ-૭ ફર્મા-૭
Jain Education International
૫૫
For Personal & Private Use Only
www.jainelibrary.org