________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ છે, ક્ષણે ક્ષણે આહાર લે છે. સર્વથી ઉશ્વાસ નિશ્વાસ લે છે, આદિત્ય આહાર લે છે, આહત્ય આહાર પરિણમાવે છે,આહત્ય ઉશ્વાસ નિશ્વાસ લે છે.
માતાની જીવરસ હરણી, પુત્ર જીવરસ હરણી, માતાના જીવરસ પ્રતિબદ્ધ, પુત્રના જીવરસ પૃષ્ણા નાડી હોય છે તેનાથી આહાર લે છે, તેનાથી આહાર પરિસમાવે છે. બીજી પણ પુત્રો જીવ પ્રતિબદ્ધા, માતૃજીવ સૃષ્ટા નાડી હોય છે, તેનાથી આહાર લે છે, તેનાથી પુષ્ટ કરે છે, વિશેષે પુષ્ટ કરે છે. તે કારણ માટે હે ગૌતમ ! એમ કહેવાય છે કે, ગર્ભગત જીવ કાવલિક આહાર કરવાને સમર્થ નથી.
પ્રશ્ન - હે ભગવન્! ગર્ભગત જીવ આહાર શું કરે છે ?
ઉત્તર-હે ગૌતમ ! ગર્ભગત જીવની માતા નાના પ્રકારના રસ, વિગય, તિખા, કડવા, કષાયલા, ખાટા, મધુરા, વિગેરે જે દ્રવ્યોનો આહાર કરે છે, તે એક દેશથી ઓજા આહાર કરે છે. જીવને ફળના બીંટ સરીખી કમલનાલની ઉપમાવાળી નાડી હોય છે, તે નાડી માતાની નાભિના જોડે સદા બાંધેલી હોય છે, તેથી પુત્ર પણ નાભિથી ગર્ભ, ઓજ ગ્રહણ કરે છે. ઓજથી ભોજન કરે છે, તેથી ગર્ભ વધે છે. જ્યાં સુધી પ્રસવ થાય ત્યાં સુધી.
પ્રશ્ન- હે ભગવાન્ ! આ જીવને માતાના અંગો કેટલા કહ્યા છે ?
ઉત્તર – હે ગૌતમ ! માતાના અંગો ૩ કહેલા છે. ૧ માંસ ૨ શોણિત. ૩ મુસ્તુલુંગમ્
પ્રશ્ન-હે ભગવાન્ ! પિતાનાં અંગો કેટલા કહેલા છે ?
ઉત્તર-હે ગૌતમ-પિતાના અંગો ૩ કહેલા છે. ૧. અસ્થિ, ૨. અસ્થિમજજા, ૩. કેશ દાઢી, રૂંવાડા નખ
૭૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org