________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪
પ્રશ્ન-હે ભગવાન્ ! ગર્ભગત જીવ નરક વિષે ઉત્પન્ન થઈ શકે?
ઉત્તમ-હે ગૌતમ કોઈક જીવ ગર્ભગત નરકને વિષે ઉત્પન્ન થાય અને અને કોઈક જીવ નરકને વિષે ઉત્પન્ન ન થાય.
પ્રશ્ન છે ભગવાન્ ! તેમ કેમ ! શા કારણથી કહેવાય છે કે ગર્ભગત જીવ કોઈ નરકને વિષે ઉત્પન્ન થાય ને કોઈ ન થાય.
ઉત્તર-હે ગૌતમ ! ગર્ભગત જીવ જે તે સંગ્નિ પંચેદ્રિ સર્વ પર્યાતિથી પર્યાપ્ત, વિર્ય લબ્ધિમાનુ, વિર્ભાગજ્ઞાનની લબ્ધિવાળો, વૈક્રિય લબ્ધિવાળો, પર સૈન્યને આવેલું સાંભળી જાણી પ્રદેશથી નીકળે. નીકળીને વૈક્રિય સમુઘાત કરે. વૈક્રિય સમુદ્દાત કરી ચતુરંગી સેનાની વિદુર્વણા કરે, વિદુર્વણા કરી સંનહ્ય, સનદબદ્ધ થઈ પરના સૈન્યની જોડે રણસંગ્રામ કરે, તે જીવ અર્થનો કામી, રાજયનો કામી, ભોગનો કામી, કામનો કામી, અર્થનો કાંક્ષિત, રાજયનો કાંક્ષિત, ભોગનો કાંક્ષિત, કામનો કાંક્ષિત, અર્થપિપાસિત રાજયપિપાસિત ભોગપિપાસિત, કામપિપાસિત, તાંતચિત્ત, તન્મન, તલ્લે શ્ય, તદધ્યવસિત, તીવ્ર અધ્યવસાન, તદર્થ ઉપયુક્ત, તભાવના ભાવિત, એવા સમયમાં જો કાળ કરે તો જીવ નરકને વિષે ઉત્પન્ન થાય, તે કારણ માટે કહેલું છે કે હે ગૌતમ ! ગર્ભગત જીવ કોઈ નરકને વિષે ઉત્પન્ન થાય, અને કોઇક ન થાય.
પ્રશ્ન - હે ભગવન્ગર્ભગત જીવ કોઈદેવલોકને વિષે કયા અર્થ વડે કરી ઉત્પન્ન થઈ શકે ?
ઉત્તર હે ગૌતમ ! કોઈક ગર્ભગત’ જીવ દેવલોકને વિષે ઉત્પન્ન થાય, અને કોઈક ન થાય.
પ્રશ્ન - હે ભગવાન્ ! એમ કેમ કહેવાય છે કે ગર્ભગત જીવ કોઈક દેવલોકને વિષે ઉત્પન્ન થાય, અને કોઈક ન થાય.
૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org