________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ પુષ્ટિ થાય છે. સાતમે માસે ૭00 શિરા, ૫૦૦ પેશીયો, 00 ધમની અને માથાના કેશ તથા દાઢી મુછના તથા માથાના દેશના સાથે સાડીત્રણ કોટી રોમરાજી થાય છે. આઠમે માસે વૃત્તિકલ્પો થાય છે.
(ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમ સ્વામિ પ્રશ્ન :)
હે ભગવન્! આ જીવ ગર્ભમાં હોય છે ત્યારે તેને વડીનીતિ, લઘુનીતિ થુંક નાસિકાનો મેલ, વમન, પિત્ત, શુક્ર શોણિત વિગેરે હોય છે.
ઉત્તર - હે ગૌતમ ! નથી હોતો.
પ્રશ્ન હે ભગવન્! કયા કારણથી ગર્ભગત જીવને વડીનીતિ, લઘુનીતિઆદિ નથી.
ઉત્તર હે ગૌતમ ! ગર્ભગત જીવ જે આહાર કરે છે, તે આહાર શ્રોતેંદ્રિ, ચક્ષુઇંદ્રિ, ધ્રાણેદ્રિ, રસેંદ્રિ, સ્પર્શેદ્રિ તથા અસ્થિ, અસ્થિમજજા, કેશ, દાઢી, મુછ, રોમ, નખ વિગેરેને પુષ્ટ કરે છે, તે તે રૂપે પરિણમે છે. તે કારણ માટે હે ગૌતમ ! જીવ ગર્ભગત હોય છે ત્યારે તેને વડીનીતિ, લઘુનીતિ આદિ હોતાં નથી.
પ્રશ્ન - હે ભગવન્! ગર્ભગત જીવ મુખથી કાવલિક આહાર કરી શકે છે ?
ઉત્તર - હે ગૌતમ ! ગર્ભગત જીવને કાવલિક આહાર નથી હોતો. - પ્રશ્ન - હે ભગવન્! ગર્ભગત જીવ કાવલિક આહારકેમ કરી શકતો નથી ?
ઉત્તર - હે ગૌતમ ! ગર્ભગત જીવ સર્વથી આહાર અંગીકાર કરે છે, સર્વથી આહાર પરિસમાવે છે, સર્વથી ઉશ્વાસ નિશ્વાસ લે
2
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org