________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ મહારાજ કથન કરે છે અને બાર મુહુર્ત વિત્યાબાદ વિધ્વંસ થાય છે, એટલે તેમાં કોઈ જીવ ઉત્પન્ન થતો નથી. બે લાખથી નવ લાખ જીવો તેમાં ઉત્પન્ન થાય છે. ૨૫ વર્ષ પછી સ્ત્રીની ઋતુ બંધ થાય છે, અને ૭૫ વર્ષ પછી પુરૂષો પ્રાયઃ નિબિજ થાય છે. એ ટાઇમ થયા પછી બેમાંથી એકથી પણ ગર્ભ ધારણ કરવા કરાવવાની સત્તા ધારણ કરી શકતા નથી. - સો વર્ષનું આયુષ્ય તો અત્યારના કાળની અપેક્ષાય છે, પણ તેથી વધારે જો આયુષ્ય પૂર્વકોટી આદિનું હોય તો તેના અર્ધ ભાગે
સ્ત્રી ગર્ભને ધારણ કરે નહિ અને પુરૂષ સર્વ આયુષ્યના વીશમાં ભાગે નિર્મિજ થાય છે.
સ્ત્રી પુરૂષના સમાગમ પછી ૧૨ મુહુર્ત સુધીમાં જીવ ઉત્પન્ન થઈ શકે છે, અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ જીવ ગર્ભમાં રહી શકે છે. ગર્ભમાં પુરૂષ જમણી કુક્ષિને વિષે, તથા સ્ત્રી ડાબી કુક્ષિને વિષે તેમજ નપુંસક બન્નેના સમાન ભાગમાં રહે છે. તિર્યંચોની ગર્ભની સ્થિતિ ઉત્કૃષ્ટ આઠ વર્ષની કહેલી છે.
આ જીવ પ્રથમ ગર્ભમાં જયારે દાખલ થાય છે, ત્યારે માતાનું રૂધિર અને પિતાના બીજનો આહાર કરી ગર્ભ સ્થિતિ બાંધવાવાળો થાય છે. તે રૂધિર અને બીજા સાત દિવસ ભેગા રહેવાથી તેમાં જીવ ઉત્પન્ન થવાથી સાત દીવસે કલ થાય છે, તે પછી સાત દીવસે અબ્દ થાય છે, તથા અબ્દથી પેશી થાય છે, અને પેશીથી ગાઢ થાય છે.
પ્રથમ માસે એક વર્ષમાં કાઈક ન્યૂન થાય છે, બીજે માસે પેશી થાય છે. ત્રીજે માસે માતાને દોહદ થાય છે, ચોથે માસે માતાના અંગોપાંગ પુષ્ટ થવા માંડે છે, પાંચમે માસે પાંચ પિંડિકા એટલે બે હાથ, બે પગ, અને માથુ થાય છે. છ માસે પિત્ત અને રૂધિરની
૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org